ZEE 24 કલાકે પૂર્ણ કર્યા ભરોસાના ચાર વર્ષ, આભાર ગુજરાત...

ગુજરાત (Gujarat) માં તમારી પસંદગીની ન્યૂઝ ચેનલ ZEE 24 કલાકને 4 વર્ષ પૂર્ણ થયા છે. પળેપળના અપડેટ સતત તમારા સુધી પહોંચાડવા તત્પર રહેતી ચેનલે પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે ZEE 24 કલાકને ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ (#Zee24kalakno1) બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર... 

ZEE 24 કલાકે પૂર્ણ કર્યા ભરોસાના ચાર વર્ષ, આભાર ગુજરાત...

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત (Gujarat) માં તમારી પસંદગીની ન્યૂઝ ચેનલ ZEE 24 કલાકને 4 વર્ષ પૂર્ણ થયા છે. પળેપળના અપડેટ સતત તમારા સુધી પહોંચાડવા તત્પર રહેતી ચેનલે પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે ZEE 24 કલાકને ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ (#Zee24kalakno1) બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર...વર્ષ 2017માં 20મી ઑગસ્ટના રોજ 'અમે સાંભળીએ તમારી વાત...'ના ટેગ સાથે શરૂ થયેલી ZEE 24 કલાકની સફર આપ સૌ દર્શકોના પ્રેમથી હવે સફળ બની ચૂકી છે. ચોમાસામાં, વાવાઝોડામાં, પૂરમાં, ભૂકંપમાં, કોરોના મહામારીમાં, ઠંડીમાં, ગરમીમાં, સુખમાં અને દુ:ખમાં ZEE 24 કલાકે હંમેશાં તમારી વાત સાંભળી છે. 

ગુજરાતના સમાચાર હોય, દેશના સમાચાર હોય કે દુનિયાના, વાત ખેડૂતોની હોય, વેપારીઓની હોય કે વિદ્યાર્થીઓ અને વાલીઓની, ગુજરાતના તમામે તમામ વર્ગ સુધી તમામ સમાચારો સાથે પહોંચવાનો અમારો આ પ્રયાસ નિરંતર ચાલતો રહેશે. ગૃહિણીઓ, શિક્ષકો, કર્મચારીઓ, અધિકારીઓ, જન પ્રતિનિધિઓ- દરેકની વાત અમે સાંભળી છે અને સાંભળતા રહીશું. સૌથી ઝડપી, સચોટ અને સંપૂર્ણ માહિતી સાથેના સમાચારો આપના સુધી અમે પહોંચાડતા રહીશું. આપ સૌ દર્શકોના ભરોસાથી જ ZEE 24 કલાક ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ બની છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 20, 2021

ગુજરાતમાં અમારી ચેનલને નંબર 1 બનાવવામાં દર્શકોનો ભરોસો સામેલ છે. સતત પહેલા દિવસથી અમે સત્યની સાથે રહ્યા છીએ. ચેનલ લોન્ચ થઈ ત્યારે અમે ગુજરાતના દર્શકોને વચન આપ્યું હતુંકે, અમે તમારી સમસ્યાઓને વાંચા આપીશું, અમે તમારી વાત સાંભળીને સત્તા સુધી પહોંચાડી તમારી સમસ્યાઓનું સમાધાન થાય તેવો પ્રયાસ કરતા રહીશું. જમીની સ્તર પર રહીને અમે ગુજરાતની દરેક ઘટનાના સતત અપડેટ આપતા રહ્યા છીએ. પહેલા દિવસથી જ અમારી ચેનલ ન માત્ર ગુજરાતના, પરંતુ દેશ-દુનિયાની ખબરોને તમારા સુધી પહોંચાડતી રહી છે. ગુજરાતના દર્શકોએ અમારી આ કામગીરીને બિરદાવી અને તમારા થકી આજે અમે ગુજરાતની નંબર 1 ચેનલના સ્થાન પર પહોંચી ગયા છીએ. તમારા થકી અમે આ શાનદાર સફર સુધી પહોંચી શક્યા છીએ. કોવિડ હોય કે કોઈ પણ કાળ, દરેક ઘટનામાં ખબરોને તોડ્યા-મરોડ્યા વગર તમારા સુધી પહોંચાડતા રહ્યા છીએ. સત્ય તમારા સુધી પહોંચાડવાના વચનને અમે પૂરું કર્યું છે. હંમેશા આપનો ભરોસો જાળવી રાખીશું એવું અમારું આપને વચન છે. અમે હંમેશાં સાંભળીશું તમારી વાત...અમે હંમેશા બનીશું તમારો અવાજ...જય જય ગરવી ગુજરાત.....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news