પિત્ઝા પર ભરી ભરીને ઓરેગાનો છાંટવાની આદત તમને નુકસાન પહોંચાડી શકે છે
Trending Photos
- ગર્ભાવસ્થામાં ઓરેગાનોનું સેવન કરવાથી બ્લીડિંગમાં તકલીફ આવવાની સમસ્યા થાય છે. જેનાથી મિસકેરેજની સમસ્યા પણ વધી જાય છે
ઝી મીડિયા/બ્યૂરો :ઓરેગાનોની ઉપયોગ સૌથી વધુ પિત્ઝા પર થાય છે. પિત્ઝાનો સ્વાદ વધારવા માટે ઓરેગાનો (Oregano) વપરાય છે. લોકોને તેનો સ્વાદ બહુ જ પસંદ આવે છે. તેથી જ લોકો ભરી ભરીને તેને છાંટે છે. ઓરેગાનોમાં અનેક પ્રકારના હર્બ્સ હોય છે. જેને ખાવાથી સારો ટેસ્ટ અને ફ્લેવર મળે છે. મોટાભાગના લોકોનું માનવુ છે કે, ઓરેગાનો હેલ્થ માટે સારું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, ઓરેગાનો નુકસાન પણ પહોંચાડે છે.
બ્લડ શુગર લેવલ ઓછું થાય છે
ઓરેગાનોનું સેવન વધુ કરવાથી અને સતત કરવાથી તેનાથી બ્લડ શુગર લેવલ ઓછું થઈ જાય છે. આવામાં જરૂરી છે કે, તમે તેનો ઉપયોગ સમજી વિચારીને કરો.
સ્કીન એલર્જી
ઓરેગાનોનું સેવન લાંબા સમય સુધી કરતા રહેવાથી તેની સ્કીન પર અસર દેખાય છે. તેનાથી સ્કીન પર બળતરા, ખંજવાળ જેવી સમસ્યા થાય છે.
પેટમાં તકલીફ
સતત ઓરેગાનોનું સેવન કરવાથી પેટમાં તકલીફ થવા લાગે છે. તેનાથી પેટમાં બળતરા, અપચો, ગેસ, કબજિયાત જેવી સમસ્યા સાથે જ પેટમાં દર્દી થવા પણ લાગે છે.
ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યા
ગર્ભાવસ્થામાં ઓરેગાનોનું સેવન કરવાથી બ્લીડિંગમાં તકલીફ આવવાની સમસ્યા થાય છે. જેનાથી મિસકેરેજની સમસ્યા પણ વધી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે