Women's Health: દરેક મહિલાએ 35 વર્ષની ઉંમર પછી દર વર્ષે કરાવવા જોઈએ આ મેડિકલ ટેસ્ટ

Women's Health:જો મહિલાઓ સમયાંતરે કેટલાક ટેસ્ટ કરાવી લેતો તેના કારણે તે ગંભીર બીમારીના કારણે સર્જાતા જોખમથી બચી શકે છે. આજે તમને પાંચ એવા ટેસ્ટ વિશે જણાવીએ જે દરેક મહિલાએ વર્ષમાં એક વખત તો કરાવવા જ જોઈએ 

Women's Health: દરેક મહિલાએ 35 વર્ષની ઉંમર પછી દર વર્ષે કરાવવા જોઈએ આ મેડિકલ ટેસ્ટ

Women's Health: ગંભીર બીમારીઓથી બચવું હોય તો જરૂરી છે કે તમે સમયે સમયે પોતાના સ્વાસ્થ્યને લઈને જરૂરી જાણકારી મેળવતા રહો. ખાસ કરીને મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સજાગ રહેવું જરૂરી છે. જો મહિલાઓ સમયાંતરે કેટલાક ટેસ્ટ કરાવી લેતો તેના કારણે તે ગંભીર બીમારીના કારણે સર્જાતા જોખમથી બચી શકે છે. આજે તમને પાંચ એવા ટેસ્ટ વિશે જણાવીએ જે દરેક મહિલાએ વર્ષમાં એક વખત તો કરાવવા જ જોઈએ 

જિનેટિક સ્ક્રિનિંગ

આ એવો મેડિકલ ટેસ્ટ છે જેમાં મહિલાને કોઈ આનુવંશિક બીમારી હોય તો તેના વિશે ખબર પડી જાય છે. જો તમારા પરિવારમાં કોઈને ક્યારેય બીમારી રહી હોય તો વર્ષમાં એક વખત આ સ્ક્રિનિંગ કરાવી લેવું જેથી તમે ગંભીર આનુવંશિક બીમારી સામે બચાવ કરી શકો.

કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ

જેમ જેમ ઉંમર વધે છે તેમ હૃદય નબળું પડે છે. મહિલાઓએ પણ પોતાના હાર્ટ સંબંધિત કરાવવા જોઈએ. જેથી હાર્ટ સંબંધિત કોઈ ગંભીર સમસ્યા હોય તો પહેલાથી જ તેના વિશે ખબર પડી શકે. 

અલ્ઝાઈમર

35 વર્ષની ઉંમર પછી દરેક મહિલાએ વર્ષમાં એક વખત અલ્ઝાઈમર માટેનો ટેસ્ટ પણ કરાવવો જોઈએ. આ ટેસ્ટ કરાવી લેવાથી મહિલા જાણી શકે છે કે ભવિષ્યમાં તેને આ બીમારી થવાની શક્યતા છે કે નહીં. 

સર્વાઇકલ કેન્સર

દરેક સ્ત્રીએ 35 વર્ષની ઉંમર પછી સર્વાઇકલ કેન્સર સંબંધિત સ્ક્રિનિંગ વર્ષમાં એક વખત કરાવવું જ જોઈએ. દુનિયાભરમાં મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેથી આ બાબતે દરેક મહિલાએ જાગૃત રહેવું જરૂરી છે.

બ્રેસ્ટ કેન્સર

35 વર્ષની ઉંમર પછી દરેક મહિલાએ વર્ષમાં એક વખત બ્રેસ્ટ કેન્સર માટેનું સ્ક્રિનિંગ પણ કરાવી લેવું જોઈએ. ખાસ કરીને પરિવારમાં જો કોઈને બ્રેસ્ટ કેન્સલ થયું હોય તો પછી આ ટેસ્ટ દર વર્ષે કરાવી લેવું જેથી શરૂઆતમાં જ તેના લક્ષણોને ઓળખી શકાય અને સારવાર શરૂ થઈ શકે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news