Health Tips: ગમે એટલી રોટલી ખાશો તો પણ નહીં વધે બ્લડ સુગર, બસ આ વસ્તુ ઉમેરી બાંધવો રોટલીનો લોટ

Health Tips: જો તમને ડાયાબિટીસ હોય અને તમારે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું હોય તો ડાયટમાં ફેરફાર કરો. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે ડાયાબિટીસના દર્દીએ જો બ્લડ સુગર નોર્મલ રાખવું હોય તો સૌથી પહેલા તેમણે ઘઉંના સેવન પર ધ્યાન આપવું જોઈએ. 

Health Tips: ગમે એટલી રોટલી ખાશો તો પણ નહીં વધે બ્લડ સુગર, બસ આ વસ્તુ ઉમેરી બાંધવો રોટલીનો લોટ

Health Tips:ડાયાબિટીસ એવી બીમારી છે જેને માત્ર કંટ્રોલ કરી શકાય છે તેનો કોઈ ઈલાજ નથી. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું હોય તો ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. સાથે જ બોડીને એક્ટિવ રાખવી અને સ્ટ્રેસથી પણ દૂર રહેવું. ડાયટની વાત કરીએ તો ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો હોય. આપણી ડેઇલી ડાયેટમાં ઘઉં મહત્વનો ભાગ છે. ઘઉંના લોટની રોટલી નિયમિત રીતે ખાવામાં આવે છે. પરંતુ ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે જે બ્લડ સુગરને ઝડપથી વધારે છે. 

જો તમને ડાયાબિટીસ હોય અને તમારે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું હોય તો ડાયટમાં ફેરફાર કરો. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે ડાયાબિટીસના દર્દીએ જો બ્લડ સુગર નોર્મલ રાખવું હોય તો સૌથી પહેલા તેમણે ઘઉંના સેવન પર ધ્યાન આપવું જોઈએ. 

બ્લડ શુગર નોર્મલ રાખવું હોય તો ઘઉંનો લોટ વધારે ખાવો નહીં. તેનો અર્થ એ નથી કે તમે રોટલી ખાવાનું બંધ કરો. પરંતુ ઘઉંના લોટમાં ચણાનો લોટ મિક્સ કરી તેની રોટલી બનાવી ખાવાનું રાખો. ઘઉં અને ચણાના લોટની રોટલી બનાવશો તો તે સ્વાદિષ્ટ પણ લાગશે અને પૌષ્ટિક પણ હશે. ડાયાબિટીસના દર્દીઓ જો આ લોટની રોટલી ખાય છે તો તેનું બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. 

જો તમે ઈચ્છો તો ઘઉંમાં કાળા ચણા મિક્સ કરી તેમાંથી લોટ તૈયાર કરાવી શકો છો. આ લોટથી બનેલી રોટલી ખાવાથી બ્લડ સુગર નોર્મલ રહે છે. ચણાના લોટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોય છે. સુગરને નોર્મલ રાખવામાં મદદ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news