Health Tips: શું તમે દૂધ-ખજૂરનું સેવન કરો છો? ફાયદા જાણીને આજે જ તેનું સેવન શરૂ કરી દેશો

Health Tips: દૂધ અને ખજૂર બંને પૌષ્ટિક ખોરાક છે. જો કે બંનેનું એક સાથે સેવન કરવું બાળકોથી લઈને વૃદ્ધો માટે ઘણું ફાયદાકાયક છે. તેનાથી લાંબા ગાળા માટે વ્યક્તિનું સ્વાસ્થ્ય સચવાય છે.
 

Health Tips: શું તમે દૂધ-ખજૂરનું સેવન કરો છો? ફાયદા જાણીને આજે જ તેનું સેવન શરૂ કરી દેશો

Health Tips: દૂધ અને ખજૂરનું સાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તેનું સેવન કરવા માટે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. આજે અમે આપને જણાવીશું દૂધ-ખજૂર સાથે લેવાની રીત અને તેના ફાયદા.

કેવી રીતે લેશો દૂધ-ખજૂર?
એક ગ્લાસ ગરમ દૂધમાં તાજી ધોયેલી ખજૂર નાંખો. ખજૂરને દૂધમાં 15 મિનિટ માટે છોડી દો. હવે તેનું મિશ્રણ કરીને તેનું સેવન કરો. ઉપરાંત તમે ખજૂરને આખી રાત દૂધમાં પલાળ્યા બાદ સવારે તેનું સેવન કરી શકો છો. દૂધને ગરમ પણ કરી શકો છો.

દૂધની સાથે ખજૂર ખાવાનાં ફાયદા
- ખજૂર અને દૂધ બંને પ્રોટીનથી ભરપૂર હોય છે. બંનેના સાથે સેવનથી શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે. જેનાથી હાડકાં અને માંસપેશીઓ મજબૂત બને છે. 

- ખજૂરનો ઉપયોગ કામોત્તેજના વધારવા માટે પણ કરવામાં આવે છે. તેનાથી જાતિય સ્વાસ્થ્ય અને કામેચ્છામાં વધારો થાય છે. 

- સવારનાં સમયે દૂધ અને ખજૂરનું સેવન કરવાથી શારીરિક દુર્બળતા દૂર થાય છે. ખજૂરમાં રહેલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ શરીરને એનર્જી આપે છે અને સ્ટેમિના જાળવી રાખે છે.

- ખજૂર અને દૂધ બંનેમાં આયર્ન હોય છે, જેના નિયમિત સેવનથી લોહીમાં આયર્નની ઉણપ દૂર થાય છે.

- દૂધ અને ખજૂરનું સેવન કરવાથી શરીર અને ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેનાથી ચહેરા પર ચમક આવે છે. 

- ખજૂર અને દૂધમાં ફાઈબર હોય છે, જે ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેક્ટને નિયંત્રિત કરે છે. તેનાથી વ્યક્તિની પાચન શક્તિ વધે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ઉંમરલાયક વ્યક્તિ માટે પણ આ મિશ્રણ કબજિયાતમાંથી રાહત અપાવે છે.

- દૂધ અને ખજૂરના મિશ્રણમાં વિટામીન બી6 હોય છે, જે સ્મરણશક્તિને સાચવે છે. આ મિશ્રણ બાળકોને ખાલી પેટ આપવાથી તેમની સ્મરણશક્તિ વધે છે.

- ખજૂરવાળા દૂધમાં ભરપૂર કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં સ્વસ્થ રહે છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. જેને જોતાં મહિલાઓએ દૂધ-ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ.

- ખજૂરની સાથે દૂધ પીવાથી વજન વધે છે. જે બાળકોનું વજન નથી વધતું, તેમના માટે દૂધ અને ખજૂર આશીર્વાદ સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news