ઓટ્સ, કોર્નફ્લેક્સ છોડો, દાળ રોટી ખાઓ અને આ રીતે ઝડપથી વજન ઘટાડો..
કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમના કારણે લોકો બેઠાડું જીવન જીવી રહ્યા છે. બેઠાડું જીવન સ્થૂળતાનું કારણ બની રહ્યો છે. ઘટતી જતી ઈમ્યુનિટી અને વધતુ વજન લોકો માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજકાલની તણાવ અને ભાગદોડ વાળી જિંદગીના કારણે સ્થૂળતા મોટી સમસ્યા બની રહી છે. ખાસ કરીને કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમના કારણે લોકો બેઠાડું જીવન જીવી રહ્યા છે. બેઠાડું જીવન સ્થૂળતા(obesity)નું કારણ બની રહ્યું છે. ઘટતી જતી ઈમ્યુનિટી અને વધતુ વજન લોકો માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે. ઘણા લોકોની એવી પણ ફરિયાદ હોય છે કે, કસરત કરવાનો ટાઈમ નથી મળતો. ડાયેટિંગ માટે સ્પેશિયલી કાંઈ કરવાનો પણ સમય નથી. તો આવા લોકો માટે છે ખાસ ડાયેટ, કરવાનું છે માત્ર આટલું 'દાળ રોટી ખાઓ, પ્રભુના ગુણ ગાઓ' સાથે વજન પણ ઘટાડો.
'દાળ રોટી ખાઓ, પ્રભુના ગુણ ગાઓ'
વજન ઘટાડવા માટે કુદરતી ઉપાયને જ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. અન્ય રીતે ઘટાડવામાં આવેલું વજન ફરી વધી જવાની સંભાવના છે. અનેર વાર લોકો વજન ઘટાડવા(weight loss) માટે સાવ ખાવા-પીવાનું છોડી દે છે. પરંતુ એવું કરવાની જરૂર નથી. ઘરે બનાવી દાળ-રોટલી ખાઈને પણ સરળતાથી તમે વજન ઘટાડી શકો છો.
બ્રેકફાસ્ટ છે મસ્ટ
બ્રેકફાસ્ટ દિવસનું સૌથી જરૂરી ભોજન છે. બ્રેકફાસ્ટ તમને દિવસ શરૂ કરવાની એનર્જી આપે છે. વજન ઘટાડવા માટે પ્રોટીન અને ફાયબર યુક્ત ભોજન લેવું જોઈએ. સવારે નાસ્તામાં બ્રાઉન બ્રેડ સાથે ગોળમાંથી બનાવેલી ચા લો. ગોળ લોહીને સાફ કરવાની સાથે શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. ગ્રીન-ટીની જેમ ગોળ બૉડીને ડીટૉક્સ(detox) કરે છે અને વજન ઘટાડે(weight loss) છે.
લંચમાં લો દાળ-રોટી
વજન વધારવું જેટલું સરળ છે એટલું જ મુશ્કેલી વજન ઘટાડવું. પરંતુ તો નાની-નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઝડપથી વજન ઘટાડી શકાય છે. જો વજન ઘટાડવું(weight loss tips) છે તો, લંચમાં ઘઉંની રોટલીના બદલે મગદાળના પુડલા લઈ શકો છો. અથવા તો બાજરા કે જુવારની રોટલી લઈ શકો છો. આ સાથે પ્રોટીન માટે દાળ અવશ્ય લો. દહીંને ભોજનમાં સામેલ કરો. જે પાચનને તેજ બનાવશે.
ડિનર
સ્વસ્થ શરીર માટે જેટલું હળવું ડિનર(light dinner) લેશો એટલા ફાયદામાં રહેશો. રાત્રે તમે ઉપમા, ઓટ્સ કે દલિયા સાથે ઓછા તેલમાં પકાવેલા શાકભાજી લઈ શકો છો. સાથે જ ખિચડી પણ સારો ઓપ્શન છે.
કરસતને કહો હા
ડાયેટની સાથે જો હળવી કસરત પણ કરશો તો જલ્દી વજન ઘટશે. વૉકિંગ કે સાયક્લિંગ જેવી કસરત કરતા રહો. લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળું. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ વર્કઆઉટ કરો. ડાન્સ કરીને પણ તમે એનર્જી બર્ન કરી શકો છો.
આ રહ્યો ચીટ ડાયેટ
હવે તમે કહેશો કે, આ તો બોરિંગ ડાયેટ છે. તો અમે તમને ચીટ ડાયેટ પણ આપી રહ્યા છે. અઠવાડિયામાં એક વાર તમે ઘરે બનેલા નાસ્તા, પરાઠા, નાન લઈ શકો છો. જો કાંઈ ગળ્યું ખાવાનું મન થાય તો હલવો કે શીરો લઈ શકો છે. ધ્યાન એટલું લાખો કે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો. જેનાથી તમારી ક્રેવિંગ ઓછી થશે અને ટેસ્ટમાં તમને ચેન્જ પણ મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે