ઓશીકા નીચે મોબાઈલ રાખીને સૂવાથી થશે ખતરનાક બીમારીઓ, કેન્સરનો વધી શકે છે ખતરો

આ દિવસોમાં લોકો રાત્રે સૂતા પહેલા મોબાઈલનો ઉપયોગ કરે છે. ત્યારબાદ તેને માથા નજીક કે ઓશીકા નીચે રાખી દેતા હોય છે. જો તમને પણ આ આદત હોય તો ચેતી જશો. આ ટેવ શરીર માટે હાનિકારક છે. મોબાઈલ નજીક રાખી સૂવાથી ઘણી ગંભીર બીમારી થઈ શકે છે.

ઓશીકા નીચે મોબાઈલ રાખીને સૂવાથી થશે ખતરનાક બીમારીઓ, કેન્સરનો વધી શકે છે ખતરો

નવી દિલ્હીઃ મોબાઇલ ફોનને જો તમે માથાની પાસે રાખી ઊંઘી જાવ છો તો આ સમાચાર તમારી ઊંઘ ઉડાવી દેશે. ભલે તમે એલાર્મને કારણે માથાની પાસે ફોન રાખતા હોવ કે સૂતા-સૂતા મોબાઈલને પાસે રાખી દો છો. મોબાઈલને માથાની પાસે સૂવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેનાથી તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. મોબાઈલ ફોનમાંથી નિકળનાર બ્લૂ-લાઇટ અને ખતરનાક રેડિએશન સાયલન્ટ કિલરની જેમ કામ કરે છે. કોઈપણ બીમારીનો સંકેત મળતા પહેલા ખતરનાક સ્થિતિમાં પહોંચી શકો છો.

મોબાઇલમાંથી નિકળનાર બ્લૂ લાઇટ મેલાટોનિન હોર્મોનને પ્રભાવિત કરે છે. તે નીંદરને નિયંત્રિત કરે છે. તેનાથી ઊંઘ ન આવવી, ઊંઘમાં વારેવારે ખલેલ અને નીંદરની ગુણવત્તામાં ઘટાડો જોવા મળે છે. તો એક્સપર્ટનું પણ તે કહેવું છે કે તેના રેડિએશન પુરૂષોની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર કરે છે.

માથા પાસે મોબાઈલ ફોન રાખવાથી કેન્સરનો ખતરો
મોબાઈલ ફોનને કારણે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી માથામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે ફોનમાંથી નિકળનાર રેડિએશનથી મગજ પર ગંભીર અસર પડે છે. તેના કારણે કેન્સરનો ખતરો પણ વધી જાય છે. ઘણા એવા લોકો છે જેને માથામાં દુખાવો, ચિડિયાપણું અને આંખમાં દુખાવો મોબાઈલના વધુ ઉપયોગને કારણે થાય છે. મોબાઇલની સ્ક્રીન પર બેક્ટેરિયા જલ્દી ઉદ્ભવે છે. જ્યારે તમે મોબાઈલને નજીક લઈને સૂવો છો તે તે બેક્ટેરિયા તમારી ત્વચા પર પહોંચી ફોલ્લીઓ, ખીલ જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. ઘણી સ્ટડી પ્રમાણે મોબાઈલ રેડિએશન હાર્ટની બીમારીને પણ આમંત્રત આપે છે. આ કારણે તમારે આ આદત જલ્દી છોડી દેવી જોઈએ.

મોબાઈલ કેટલો દૂર રાખી સૂવુ જોઈએ?
મોબાઈલમાંથી રેડિએશન નિકળે છે. તેવામાં પ્રયાસ કરો કે સૂવા સમયે તેને દૂર રાખો. મોબાઈલથી નિકળનાર રેડિએશન ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી જોડાયેલા છે. મોબાઈલ ફોનમાંથી બ્લૂ લાઇટ નિકળે છે. રાત્રે સૂવા સમયે મોબાઈલને દૂર રાખવો જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news