સામે આવી હચમચાવી નાંખે તેવી સચ્ચાઈ! ભારતને ડાયાબિટીસની રાજધાની બનાવી રહ્યા છે આ 5 ફૂડ
ભારતને વિશ્વની ડાયાબિટીસ રાજધાની તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં 10 કરોડથી વધારે લોકો આ લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરથી પીડિત છે. આ ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે હાલમાં એક અનોખી સ્ટડી કરવામાં આવી છે.
Trending Photos
ભારતને વિશ્વની ડાયાબિટીઝ રાજધાની કહેવામાં આવી રહી છે, જ્યાં એક સાથે 10 કરોડથી વધારે લોકો આ લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરથી પીડિત છે. આ ગંભીર સમસ્યા સામે લડવા માટે હાલમાં એક યુનિક અધ્યયન કરવામાં આવ્યું છે, જેમાં ડાયાબિટીસના ખતરાને ઓછો કરવા માટે એક સંભવિત ઉપાય સામે આવ્યો છે. ઈન્ડિયન મેડિકલ ઓફ રિસર્ચ અને મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન, ચેન્નાઈના સહયોગથી કરવામાં આવેલા આ અધ્યયનને લો AGE (Advanced Glycation End Products) ડાયટને ડાયાબિટીસના ખતરાને ઓછો કરવામાં મદદરૂપ જણાયો.
આ અધ્યયનમાં 25 થી 45 વર્ષની ઉંમરના 38 મેદસ્વી અને વધુ વજનવાળા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમનું બોડી માસ ઇન્ડેક્સ (BMI) 23 કે તેથી વધુ હતું. અભ્યાસ દરમિયાન 12 અઠવાડિયા માટે આ લોકોને બે પ્રકારના આહાર આપવામાં આવ્યા હતા - એક ઉચ્ચ-AGE આહાર અને બીજો ઓછો-AGE ખોરાક. અભ્યાસના તારણો અનુસાર, લો એજ ડાયટથી લોકોને ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં નોંધપાત્ર સુધારો થયો. આ આહાર અપનાવ્યા પછી સહભાગીઓના લોહીમાં AGEs અને બળતરાના માર્કર્સ ઓછા હોવાનું જણાયું હતું, જ્યારે ઉચ્ચ-AGE ખોરાક લેનારા સહભાગીઓમાં તેમની માત્રા વધુ હોવાનું જણાયું હતું.
શું છે AGEs?
AGEs તે હાનિકારક તત્વોને કહેવામાં આવે છે જે ત્યારે બને છે જ્યારે અમુક ફૂડ્સને હાઈ તાપમાન પર પકવવામાં આવે છે, વિશેષ રૂપથી તળેલા અને પ્રોસેસ્ડ ફૂડ્સમાં. આ તત્વ શરીરમાં સોજા, ઈંસુલિન રડિસ્ટેંસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, જેનાથી ડાયાબિટીસ અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
કયા હાઈ- AGE ફૂડ્સ વધારે છે ડાયાબિટીસનો ખતરો?
* તળેલા ખોરાક: ચિપ્સ, ફ્રાઈડ ચિકન, સમોસા, પકોડા
* બેકડ સામાન: કૂકીઝ, કેક, ક્રેકર્સ
* પ્રોસેસ્ડ ખોરાક: તૈયાર ભોજન, માર્જરિન, મેયોનેઝ
* ઉચ્ચ તાપમાને રાંધવામાં આવતા એનિમલ-આધારિત ખોરાક: શેકેલું અથવા રોસ્ટેડ માંસ જેમ કે બેકન, બીફ, પોલ્ટ્રી
* શેકેલા નટ્સ: સૂકા ફળો, શેકેલા અખરોટ, સૂર્યમુખીના બીજ
આ ફૂડ્સ ભારતીય આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેને પકવવાની રીત જેવી કે ફ્રાઈંગ, રોસ્ટિંગ, ગ્રિલિંગ અને બેક કરવાથી તેમના AGE સ્તરમાં વધારો કરે છે. નિષ્ણાતો માને છે કે પ્રોસેસ્ડ અને તેલયુક્ત ખોરાકને ટાળીને અને તાજા, સંપૂર્ણ ખોરાકનો સમાવેશ કરીને ડાયાબિટીસનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે