આજે રિટાયર થઇ રહ્યા છે 16000 કર્મચારી, સંકટમાં ફસાણી સરકાર, ક્યાંથી લાવશે 9000 કરોડ રૂપિયા

Kerala Employee Retired:  આ રાજ્યની સરકાર ઓવરડ્રાફ્ટમાં ચાલી રહી છે. રાજ્યમાં દર વર્ષે 31 મેના રોજ હજારો કર્મચારી નિવૃત થઇ રહ્યા છે. તેની પાછળ પણ એક રસપ્રદ કારણ છે. 

આજે રિટાયર થઇ રહ્યા છે 16000 કર્મચારી, સંકટમાં ફસાણી સરકાર, ક્યાંથી લાવશે 9000 કરોડ રૂપિયા

Government Employees: કેરલ માટે શુક્રવાર 31 મે એકદમ ખાસ દિવસ રહેવાનો છે. આજે રાજ્ય સરકાર (Kerala Government) ના 16000 કર્મચારી એકસાથે રિટાયર થવાના છે. એકસાથે આટલા બધા કર્મચારીઓને રિટાયરમેન્ટ બેનિફિટ માટે કેરલ સરકારને લગભગ 9000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. કેરલ હાલ આર્થિક સંકટમાં ફ્સાયેલું છે. આ મહિને રાજ્યને ઓવરડ્રાફ્ટ લેવું પડ્યું હતું. 

આખરે કેમ એકસાથે નિવૃત થાય છે કર્મચારી
એકસાથે આટલા બધા કર્મચારીઓ નિવૃતિનું કારણ ખૂબ જ રસપ્રદ છે. કેરલના ઇતિહાસમાં 31 મે એકદમ ખાસ ગણવામાં આવે છે. ગત વર્ષે આ તારીખે 11800 કર્મચારી નિવૃત થયા હતા. આ વર્ષે આ આંકડો વધીને 16000 પર પહોંચી ગયો છે. એવામાં તમારા મનમાં પ્રશ્ન ઉદભવી રહ્યો હશે કે આખરે આ દિવસે કેરલમાં કર્મચારી નિવૃત કેમ થાય છે. જોકે બર્થ સર્ટિફિકેટ ફરજિયાત કરવા પહેલાં કેરલની સ્કૂલોમાં એડમિશન સમયે બધાની જન્મ તારીખ 31 મે જ લખવામાં આવતી હતી. જેના લીધે ઐતિહાસિક પરંપરાના લીધે આજે સરકાર સામે આ સંકટ ઉભું થયું છે. 

નિવૃતિની ઉંમર વધારવાની વ્યક્ત કરી હતી આશંકા
આ પહેલાં ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવ્યો હતો કે કેરલમાં નિવૃતિની ઉંમર વધારવામાં આવી શકે છે. જોકે એવું થયું નહી. હવે સરકાર સામે આગામી સંકટ 9000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાનું છે. આ ઉપરાંત કેરલ સરકારને નાણાકીય વર્ષની પહેલી ત્રિમાસિક લોનની સીમા નક્કી થતાં કેન્દ્ર સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. 

મહિનાની શરૂઆત સાથે જ ઓવરડ્રાફ્ટમાં ચાલી રહ્યું છે કેરલ
કેરલ અત્યારે નાણાકીય સંકટનો સામનો કરી રહ્યું છે. રાજ્ય સરકાર મહિનાની શરૂઆતથી જ ઓવરડ્રાફ્ટમાં ચાલી રહી છે. જોકે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે પેંશન ચૂકવણી ચાલુ નાણાકીય વર્ષથી શરૂ થશે. આ કાર્યવાહી શરૂ થઇ નથી. સરકાર માટે રાહતની વાત ફ્ક્ત એક છે કે આ બધા કર્મચારી એકસાથે પોતાના પૈસા નિકાળશે નહી. તેમાંથી ઘણા લોકો ટ્રેજરીમાં જ ફરી રોકાણ કરવાનું પસંદ કરે છે.  

કેટલાક વિભાગોમાં ઓછી થઇ જશે કર્મચારીઓ સંખ્યા
નિવૃત્ત થનારાઓમાં લગભગ અડધા શિક્ષકો છે. આજે પાંચ વિશેષ સચિવો સહિત 15 લોકો સચિવાલયમાંથી રાજીનામું આપશે. લગભગ 800 લોકો પોલીસ ફોર્સ છોડી રહ્યા છે. KSRTCમાંથી લગભગ 700 ડ્રાઈવર અને કંડક્ટર નિવૃત્ત થશે. ડ્રાઇવરોને હંગામી ધોરણે નોકરી પર પર લેવાની કરવાની યોજના છે. તેમજ KSEB માંથી 1,010 કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે. તમામ વિભાગોમાં નિવૃત્ત થનારાઓની જગ્યાએ નીચલા સ્તરના કર્મચારીઓ લેવામાં આવશે. જો કે, PSCને ખાલી જગ્યાઓની જાણ કરવામાં નોંધપાત્ર વિલંબને કારણે તેમની બદલી માટેની વ્યવસ્થા હાલમાં કરવામાં આવી નથી. આ ઉપરાંત કેટલાક વિભાગોમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news