પઠાણી ઉઘરાણીથી કંટાળી સુરતમાં યુવકનો આપઘાત! સુસાઈડ નોટ લખી કર્યા મોટા ઘટસ્ફોટ

યુવકે વ્યાજ રૂપિયાની પઠાણી ઉઘરાણીથી કંટાળી સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પોલીસ દોડતી થઇ હતી. પોલીસે વિશાલ ભાલાળા નામના ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

પઠાણી ઉઘરાણીથી કંટાળી સુરતમાં યુવકનો આપઘાત! સુસાઈડ નોટ લખી કર્યા મોટા ઘટસ્ફોટ

ઝી બ્યુરો/સુરત: સુરતના પુણા વિસ્તારમાં એક યુવકે વ્યાજ રૂપિયાની પઠાણી ઉઘરાણીથી કંટાળી સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પોલીસ દોડતી થઇ હતી. પોલીસે વિશાલ ભાલાળા નામના ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

વ્યાજખોરોના આતંકને નાથવા માટે પોલીસ ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ આ વ્યાજખોરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા.વ્યાજ ખોરના કારણે વધુ એક પરિવારનો દીપક બુઝાઈ ગયો છે. સુરત શહેરના પુણા પોલીસની હદમાં રહેતા ઋષિત નામના યુવકે તેના જ મિત્ર વિશાલ ભાલાળા પાસે એક લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા. જે બાદ ઋષિત પાસે વ્યાજખોર મિત્ર વિશાળ ભાલાળા સતત પઠાણી ઉઘરાણી કરતો હતો અને મારી નાખવાની ધમકીઓ તેમજ ગાળો આપતો જેને લઈને ઋષીત ત્રાસી ગયો હતો અને તેને જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું હતું.

વ્યાજખોર મિત્રના ત્રાસથી કંટાળી ગયેલ યુવકે સુસાઇડ લખી પોતાની જ ઓફિસમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને જીવનનો અંત આણ્યો હતો.સમગ્ર ઘટનાની જાણ પુણા પોલીસને કરવામાં આવતા પુણા પોલીસે આરોપી વિશાલ ભાલાળા વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી જેલના સળિયા ગણતો કરી દીધો હતો. ત્યારે જુવાન જોધ દીકરાએ વ્યાજખોર મિત્રના ત્રાસથી આ પ્રકારનું પગલું ભરતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news