JK: અમરનાથ યાત્રામાં બાલટાલ નજીક ભૂસ્ખલનમાં 5 લોકોના મોત, 3 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા ચાલુ છે. બાલટાલના રસ્તામાં મંગળવારે ભૂસ્ખલન થવાથી 5 લોકોના દબાઈ જવાથી મોત થયા છે.

JK: અમરનાથ યાત્રામાં બાલટાલ નજીક ભૂસ્ખલનમાં 5 લોકોના મોત, 3 ઘાયલ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા ચાલુ છે. બાલટાલના રસ્તામાં મંગળવારે ભૂસ્ખલન થવાથી 5 લોકોના દબાઈ જવાથી મોત થયા છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત 3 અમરનાથ યાત્રીઓના અલગ અલગ કારણથી મોત થયા છે. બાલટાલના રેલ પથરી વિસ્તારમાં આ દુર્ઘટના થઈ છે.

મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે લગભગ 6 વાગ્યે અચાનક હવામાન ખરાબ થઈ ગયું અને ખુબ વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે બાલટાલમાં ચાર અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું. જેમાં 3 ભૂસ્ખલન બાલટાલ કેમ્પ વિસ્તારમાં થયાં. આ ભૂસ્ખલનમાં તો કોઈ જાનહાનિ થઈ નહીં. પરંતુ આ ઉપરાંત એક ભૂસ્ખલન અમરનાત યાત્રીઓના ટ્રેકિંગ માર્ગ રેલ પથરીમાં થયું. ઉપરથી અચાનક માટી અને પથ્થર પડવા લાગ્યાં. આ કાટમાળમાં અનેક લોકો તબાઈ ગયાં. સેના અને એનડીઆરએફના જવાનોએ કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢ્યાં.

— ANI (@ANI) July 3, 2018

એવું કહેવાય છે કે બે લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતાં. જ્યારે 3 અન્ય લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યાં. 3 ઘાયલોની સારવાર જારી છે. આ ઉપરાંત અન્ય અલગ અલગ ઘટનાઓમાં પણ 3 યાત્રીઓના મોત થયા છે. બાલટાલ કેમ્પમાં આંધ્ર પ્રદેશના થોટા રઘનામ (75)નું હાર્ટ એટેકથી મોત થયું. આંધ્ર પ્રદેશના રાધાકૃષ્ણ શાસ્ત્રી (65)નું પણ હાર્ટ એટેકથી મોત થયું.

બાલટાલથી ટ્રેકિંગ કરીને પવિત્ર ગુફામાં જતી વખતે એક પથ્થર ટકરાવવાથી ઉત્તરાખંડના પુષ્કરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અહીં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. અત્રે જણાવવાનું કે ખરાબ હવામાનના કારણએ શનિવારથી યાત્રા બંધ હતી. મંગળવારે હવામાન સારું થતા યાત્રા ફરી શરૂ કરાઈ. મંગળવારે જ શ્રદ્ધાળુઓનો ચોથો જથ્થો રવાના કરાયો હતો. જેમાં લગભગ 3000 યાત્રીઓ સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news