દિલ્હીના લાહોરી ગેટ પાસે વરસાદના લીધે બિલ્ડીંગની છત ધરાશાયી, 5ને ઇજા, અનેક ફસાયા હોવાની આશંકા

Delhi House Collaps: દિલ્હી ફાયર સેવાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાતચીતમાં જણાવ્યું કે રવિવારે સાંજે નવી દિલ્હીમાં એક બિલ્ડીંગની છત અચાનક ઢળી પડી હતી અને આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે જ્યારે ત્રણથી ચાર લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે. 

દિલ્હીના લાહોરી ગેટ પાસે વરસાદના લીધે બિલ્ડીંગની છત ધરાશાયી, 5ને ઇજા, અનેક ફસાયા હોવાની આશંકા

Delhi House Collaps: દિલ્હીમાં એક બિલ્ડીંગની છત ઢળી પડતાં 5 લોકોને ઇજા પહોંચી છે જ્યારે કે હજુપણ કાટમાળમાં લગભગ 3-4 લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અકસ્માત દિલ્હીના લાહોરી ગેટ વિસ્તારોમાં સાંજે લગભગ 7:30 વાગ્યાની આસપાસ થયો હતો. અચાનકથી અહીં એક મકાન ઢળી પડતાં હાજર લોકો આ કાટમાળની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાસ્થળ પર રાહત અને બચાવનું કામ ચાલુ છે અને ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ત્યાં પહોંચી ચૂકી છે જેથી કાટમાળમાં દબાયેલા લોકોને સુરક્ષિત કાઢી શકાય. 

દિલ્હી ફાયર સેવાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાતચીતમાં જણાવ્યું કે રવિવારે સાંજે નવી દિલ્હીમાં એક બિલ્ડીંગની છત અચાનક ઢળી પડી હતી અને આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે જ્યારે ત્રણથી ચાર લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે. 

— ANI (@ANI) October 9, 2022

દિલ્હી ફાયરબ્રિગેડ સેવા નિર્દેશક અતુલ ગર્ગે કહ્યું કે લાહોરી ગેટ વિસ્તારમાં સાંજ સુધી સાડા સાત વાગે છત તૂટવાની સૂચના મળી હતી. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ મોકલવામાં આવી છે. અત્યાર સુધી પાંચ લોકોને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અન્યની શોધખોળ માટે બચાવ અભિયાન ચાલુ છે.  

8 લોકોને રેસ્ક્યૂ કરી નિકાળવામાં આવ્યા છે, 3 જેમાંથી 2 ઘરડાં હજુ પણ અંદર છે, એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે રાહત અને બચાવ અભિયાનમાં તેજી લાવવા માટે ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. લોકલ ધારાસભ્ય ઇમરાન હુસૈનનું કહેવું છે કે જૂની બિલ્ડીંગ હતી ત્રણ લોકો રહેતા હતા આજે બહારથી કેટલાક ગેસ્ટ આવ્યા હતા ત્યારબાદ લગભગ સાંજે અચાનકથી બિલ્ડીંગ ઢળી પડી. આ અકસ્માતમાં આઠ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે એલએનજેપી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news