આદર્શ કૌભાંડ: પૂર્વ CM અશોક ચૌહાણને મોટી રાહત, નહીં ચાલે કેસ

મહારાષ્ટ્રના ચર્ચિત આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડમાં હાઈકોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ચૌહાણ વિરુદ્ધ કેસ ચલાવવાની માગણીને ફગાવી દીધી છે.

આદર્શ કૌભાંડ: પૂર્વ CM અશોક ચૌહાણને મોટી રાહત, નહીં ચાલે કેસ

મુંબઈ: મહારાષ્ટ્રના ચર્ચિત આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડમાં હાઈકોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ચૌહાણ વિરુદ્ધ કેસ ચલાવવાની માગણીને ફગાવી દીધી છે. આ મામલે અશોક ચૌહાણને આરોપી બનાવવાના મહારાષ્ટ્રના રાજ્યપાલના ફેસલાને મુંબઈ હાઈકોર્ટે ફગાવી દીધો. આ કૌભાંડનો પાયો 2002ના ફેબ્રુઆરીમાં રખાયો હતો. મુંબઈના પોશ વિસ્તાર કોલાબામાં કારગિત યુદ્દમાં કામ કરીને સેનામાંથી રિટાયર્ડ  થયેલા તથા કાર્યરત લોકોને ઘર ઉપલબ્ધ કરાવવાના હેતુથી 31 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું. આ 31 માળના બિલ્ડિંગમાં 120 ફ્લેટ છે. દરેક ફ્લેટની કિંમત 10 કરોડ રૂપિયાની આસપાસ છે. જ્યારે તે સમયે પ્રતિ સભ્ય ફક્ત 85 લાખમાં બન્યું હતું. 

એવો આરોપ છે કે સોસાયટીમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ સહિત અનેક મોટા રાજનેતા, નોકરશાહ, સેનાના અધિકારી વગેરેએ મળીને નિયમોને તોડી મરોડીને પાણીના ભાવે પોત પોતાના નામે આ ફ્લેટ લઈ લીધા. ખુલાસો થતા ચૌહાણે પદ છોડવું પડ્યું હતું.  ત્યારબાદ સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસના રિપોર્ટમાં આદર્શ સોસાયટીને પૂર્વ મુખ્યમંત્રીઓ વિલાસરાવ દેશમુખ, સુશીલકુમાર શિંદે અને અશોક ચૌહાણ, પૂર્વ મહેસૂલ મંત્રી શિવાજીરાવ પાટિલ, પૂર્વ શહેરી વિકાસ મંત્રી સુનીલ તટકરે અને પૂર્વ શહેરી વિકાસ મંત્રી રાજેશ ટોપેનું રાજનીતિક સંરક્ષણ હાસલ હતું. અશોક ચૌહાણ એકલા એવા મુખ્યમંત્રી હતાં જેમને સીબીઆઈ દ્વારા કૌભાંડના આરોપી બનાવવામાં આવ્યાં. 

શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે આ કૌભાંડમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ પર કેસ ચલાવવાની રાજ્યપાલની મંજૂરીને રદ કરી.  ચૌહાણે આ મામલે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ દ્વારા સીબીઆઈને તેમના પર કેસ ચલાવવાની અનુમતિ આપવાના ફેસલાને પડકાર્યો હતો. રાજ્યપાલે ગત વર્ષ ફેબ્રુઆરીમાં અશોક ચૌહાણ પર ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમની સાથે અપરાધિક ષડયંત્ર અને દગાબાજી સંબંધિત આઈપીસીની અલગ અલગ કલમો હેઠખ કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news