Gujarat Election 2027 : એક દેશ એક ચૂંટણી માટે બનેલી સંયુક્ત સંસદીય સમિતિ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવી. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સીનિયર અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી. જે બાદ જેપીસી અધ્યક્ષ પી. પી. ચૌધરીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થશે. 2029માં વન નેશન વન ઈલેક્શન લાગૂ થઈ શકે. જો એવું થયું તો 2032માં ગુજરાત વિધાનસભા ચૂંટણી નહીં થાય. જેની જગ્યાએ 2034માં ચૂંટણી યોજાઈ શકે છે. 2034માં એકસાથે તમામ ચૂંટણી યોજવામાં આવશે. બે વર્ષ માટે સરકારની અવધી વધારી શકાય છે.
દેશમાં વન નેશન, વન ઈલેક્શન માટે કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત સંસદીય સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આજે બીજા દિવસે સમિતિએ ગુજરાતના રાજકીય પક્ષો સાથે બેઠક યોજી હતી અને ચર્ચા કરી હતી.
એક દેશ-એક ચૂંટણી માટે સંયુક્ત સંસદીય સમિતીની રચના થઈ ગઈ છે. 31 સભ્યોની જેપીસીમાં અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધી જેવા સાંસદોના નામ સામેલ છે. આ કમિટીની અધ્યક્ષતા ભાજપ સાંસદ પી.પી. ચૌધરી કરશે.
બિલ રજૂ થયાના એક દિવસ પહેલા ભાજપ અને કોંગ્રેસે પોતાના તમામ સાંસદોને વ્હિપ ઈશ્યુ કર્યું હતું અને કહ્યું હતું કે મંગળવારે તમામ સાંસદો લોકસભામાં હાજર રહે. પરંતુ મોટી સંખ્યામાં સાંસદોએ આ વ્હિપને અવગણ્યું અને લોકસભામાં ગેરહાજર રહ્યા.
Parliament Winter Session: લોકસભામાં ભાજપના જે સાંસદ મંગળવારે વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કરવાના સમયે ગેરહાજર રહ્યા તેમને પાર્ટી નોટિસ મોકલશે. ભાજપના 20થી વધુ આજે વોટિંગના સમયે ગેરહાજર રહ્યા હતા. જ્યારે, ભાજપે આજે તેમના લોકસભા સભ્યોને ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઈનનો વ્હીપ જાહેર કર્યો હતો.
One Nation One Election: ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એક સરકારી અધિકારીને ટાંકીને કહ્યું કે, બંધારણ (129 સંશોધન) બિલ 2024 જેને વન નેશન વન બિલ કહેવામાં આવી રહ્યું છે, તે મંગળવારે બપોરે 12 વાગ્યે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ રજૂ કરશે.
Indian elections: એમાં કોઈ શંકા નથી કે એક દેશ એક ચૂંટણી ભારતીય લોકશાહી માટે એક મોટું પગલું હોઈ શકે છે, પરંતુ તેને લાગુ કરવા માટે સમય, સંસાધનો અને સર્વસંમતિની જરૂર પડશે. આ માટે રાજ્યોની પણ સંમતિ જરૂરી છે. આ સમંતિ મળી જાય તો પણ તેને સંપૂર્ણ રીતે અમલ કરવામાં ઓછામાં ઓછા 10 વર્ષ લાગશે.. જાણો કેવી રીતે?
વન નેશન વન ઇલેક્શન પર બોલ્યા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર, કહ્યું- આ ઠરાવ લોકશાહીની હત્યા સમાન...
What is One Nation One Election: રામનાથ કોવિંદની આગેવાનીવાળી સમિતિએ વન નેશન વન ઈલેક્શનના મુદ્દા પર 62 પાર્ટીઓનો સંપર્ક કર્યો હતો. તેના પર 47 રાજકીય દળોમાં 32એ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારનું સમર્થન કર્યું છે, જ્યારે 15 પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો છે.
One Nation One Election:મોદી સરકાર કરી રહી છે એક દેશ, એક ચૂંટણીને સમર્થન. દેશમાં અલગ અલગ ચૂંટણીને બદલે એક સમયે આખા દેશમાં એક ચૂંટણી થાય તો શું સ્થિતિ થાય? આવું કરવાથી શું ભાજપને મોટો લાભ થઈ શકે છે? જાણો શું છે આના પાછળનું ગણિત...
One Nation, One Election: વન નેશન, વન ઈલેક્શનની સંભાવનાઓની તપાસ કરવા માટે કેન્દ્ર સરકારે શનિવાર (2 સપ્ટેમ્બર) એ કમિટીના સભ્યોની જાહેરાત કરી છે.
Elections In India: એ વાત સાચી છે કે જો 'એક દેશ-એક ચૂંટણી'ની પ્રક્રિયા થશે તો દેશના ઘણા પૈસા બચશે, પરંતુ એવું પણ માનવામાં આવે છે કે તેનાથી બંધારણીય સમન્વયની સમસ્યા સર્જાશે. આ એપિસોડમાં, ચાલો જાણીએ કે આમાંથી કેટલા પૈસા બચાવી શકાય છે.
Indian Politics: 'વન નેશન વન ઇલેક્શન' ની દિશામાં આગળ વધતાં કેન્દ્રએ મોટો નિર્ણય લીધો છે. પીએમ મોદી (PM Modi)ના નેતૃત્વવાળે સરકારે આ દિશામાં આગળ વધવા માટે મોટી તૈયારી કરતાં એક કમિટી બનાવી છે.
Union Government: કેન્દ્ર સરકારે વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે કરાવવા મુદ્દે ફરી નિવેદન આપ્યું છે.
પ્રધાનમંત્રી મોદી 22થી 26 ઓગસ્ટના UAE, ફ્રાન્સ, બહરીનના પ્રવાસ પર જશે. પ્રધાનમંત્રી મોદી 22 ઓગસ્ટની સાંજે ફ્રાન્સ પહોચશે. પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈકોના નિમંત્રણ પર ત્યાં જશે. 23 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી યુનેસ્કો ભવનમાં ભારતીય સંગઠનને સંબોધિત કરશે.
દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાના વિષય પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમામ પાર્ટીઓના અધ્યક્ષો સાથે તેમની બેઠક સારી રહી.
એક દેશ, એક ચૂંટણી સહિત ચાર મુદ્દા પર ચર્ચાને લઈ સર્વદળીય બેઠકનું આયોજન થયું. આ બેઠકમાં વિપક્ષને પણ આમંત્રણ હતુ પરંતુ વિપક્ષના નેતાઓ ગેરહાજર રહ્યા. NCP સિવાયના મોટા ભાગના વિપક્ષના નેતાઓ ગેરહાજર રહ્યા.
વડાપ્રધાન મોદી દ્વારા પ્રસ્તાવિત વન નેશન વન ઇલેક્શન પોલિસી માટેની બેઠકનો કોંગ્રેસ અને સપા - બસપા સહિતનાં અનેક વિપક્ષો બહિષ્કાર કરી ચુક્યા છે
વડાપ્રધાન મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના મુદ્દા પર અને અન્ય મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવા માટે આજે સર્વદળીય બેઠક બોલાવી છે. સર્વદળીય બેઠકથી પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આ વખતે ઘણા નવા ચહેરા છે અને લોઅર હાઉસના પહેલા સત્રના નવા ઉત્સાહ અને વિચારની સાથે શરૂ થવું જોઇએ.
લોકસભા ચૂંટણીની સાથે જ 11 રાજ્યોની વિધાનસભા ચૂંટણી કરાવવાની ભાજપની યોજના પર કોંગ્રેસે પોતાનો પક્ષ રજુ કર્યો છે.
આ મુદ્દે વિચાર વિમર્શ માટે ભાજપ પ્રતિનિધઇમંડળે સોમવારે નાણાપંચના ચેરમેન ન્યાયમૂર્તિ બીએસ ચૌહાણ સાથે મુલાકાત કરી