જોર્જિયામાં મોટી દુર્ઘટના, ભારતીય રેસ્ટોરન્ટમાંથી 12 ભારતીયોના મૃતદેહ મળી આવ્યા, તપાસ ચાલુ
મોતના કારણોની જાણકારી મેળવવા માટે જોર્જિયન આંતરિક મંત્રાલય ફોરેન્સિક નિષ્ણાંતો સાથે સહયોગ કરી રહ્યું છે. પરંતુ શરૂઆતી તપાસમાં જનરેટરના ઉપયોગથી કાર્બન મોનોઓક્સાઈડ ફેલાવાથી શ્વાસ લેવામાં આવેલી મુશ્કેલીને કારણ માનવામાં આવી રહ્યું છે.
Trending Photos
જોર્જિયાની એક ભારતીય રેસ્ટોરન્ટમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુડોરી સ્કી રિસોર્ટ નામની એક રેસ્ટોરન્ટમાં 12 લોકોના મૃતદેહ મળ્યા છે. મૃત્યુ પામનાર તમામ 12 લોકો ભારતીય નાગરિક છે. પ્રાપ્ત વિગત અનુસાર મૃતકોના મૃતદેહ રેસ્ટોરન્ટના તે રૂમમાં મળ્યા જ્યાં કર્મચારીઓ સૂતા હતા.
સત્તાવાર રિપોર્ટ પ્રમાણે મૃત્યુ પામનાર રેસ્ટોરન્ટના સ્ટાફ મેમ્બર છે. મૃતકોના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી, જેનાથી ખ્યાલ આવે છે કે તેના મોત કોઈ દુર્ઘટનાને કારણે થયા છે. શરૂઆતી તપાસમાં મોતનું કારણ બંધ રૂમમાં લાઈટ ન હોવા પર જનરેટરનો ઉપયોગ હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ પહોંચેલા લોકોએ પલંગોની નજીક રાખેલા જનરેટરને ચાલું સ્થિતિમાં જોયું હતું.
પોલીસ કરી રહી છે પૂછપરછ
આ ઘટનાની તપાસ થઈ રહી છે. ઘટનાસ્થળ પર પહોંચેલી ફોરેન્સિક ટીમે નમૂના એકત્ર કર્યા હતા. પોલીસે જ્યોર્જિયાના ક્રિમિનલ કોડની કલમ 116 હેઠળ બેદરકારીને કારણે મૃત્યુ થવા બદલ ફોજદારી કેસ દાખલ કર્યો છે. પોલીસ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહી છે, ફોરેન્સિક મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને મૃત્યુનું કારણ જાણવા માટે હજુ તપાસ ચાલી રહી છે.
મોતનું કારણ અકબંધ
રેસ્ટોરન્ટમાં કઈ રીતે 12 લોકોના મોત થયા તેનું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ શરૂઆતી તપાસમાં નાના રૂમમાં જનરેટરના ઉપયોગથી કાર્બન મોનોઓક્સાઈડ ફેલાવાથી શ્વાસ લેવામાં આવેલી સમસ્યા જણાવવામાં આવી રહ્યું છે.
આ દુર્ઘટનાએ રિસોર્ટની સુરક્ષા પર સવાલ ઉભા કર્યાં છે. આવી દુર્ઘટનાઓથી બચવા માટે ઉપયોગ થનારી સુરક્ષા સાવચેતીઓ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે, ખાસ કરી બંધ રૂમમાં જનરેટરના ઉપયોગ પર.
જો આ ઘટનામાં કોઈ ગુનાહિત બેદરકારી રહી હોય તો તે તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થઈ શકે છે. જ્યોર્જિયન ગૃહ મંત્રાલય હજી પણ મૃત્યુ તરફ દોરી જતા ચોક્કસ સંજોગો નક્કી કરવા માટે ફોરેન્સિક નિષ્ણાતો સાથે સહયોગ કરી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે