ગુજરાત પરથી 'મહા'ની ઘાત ટળી ત્યાં હવે બંગાળ પર તોળાઈ રહ્યું છે 'બુલબુલ' વાવાઝોડું

ચેન્નાઈમાં પત્રકારોને સંબોધિત કરતા વાવાઝોડા કેન્દ્રના નિદેશક પુવિઆરાસને જણાવ્યું કે, "વાવાઝોડું 'બુલબુલ' બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. માછીમારોને વિનંતી છે કે તેઓ બંગાળની ખાડીના મધ્ય વિસ્તાર તરફ ન જાય. તેના કારણે તમિલનાડુના અંતરિયાળ જિલ્લાઓમાં 8થી 10 નવેમ્બર વચ્ચે ડિપ ડિપ્રેશનના કારણે વરસાદ પડશે, જ્યારે ચેન્નાઈનું વાતવરણ સુકું રહેશે."

ગુજરાત પરથી 'મહા'ની ઘાત ટળી ત્યાં હવે બંગાળ પર તોળાઈ રહ્યું છે 'બુલબુલ' વાવાઝોડું

ચેન્નાઈઃ ગુજરાત પર જે 'મહા' વાવાઝોડું ત્રાટકવાનું હતું તે હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને ઠંડુ પડી ગયું છે અને મહારાષ્ટ્ર તરફ ફંટાઈ ગયું છે. જેની સામે હવે બંગાળની ખાડીમાં 'બુલબુલ' નામના વાવાઝોડાએ જન્મ લીધો છે અને તે ધીમી ગતિએ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં 'બુલબુલ' વાવાઝોડું ગતિ પકડે તેવી સંભાવના છે. 

ચેન્નાઈમાં પત્રકારોને સંબોધિત કરતા વાવાઝોડા કેન્દ્રના નિદેશક પુવિઆરાસને જણાવ્યું કે, "વાવાઝોડું 'બુલબુલ' બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. માછીમારોને વિનંતી છે કે તેઓ બંગાળની ખાડીના મધ્ય વિસ્તાર તરફ ન જાય. તેના કારણે તમિલનાડુના અંતરિયાળ જિલ્લાઓમાં 8થી 10 નવેમ્બર વચ્ચે ડિપ ડિપ્રેશનના કારણે વરસાદ પડશે, જ્યારે ચેન્નાઈનું વાતવરણ સુકું રહેશે."

હવામાન વિભાગે આંદમાન અને નિકોબાર ટાપુ, ઉત્તર ઓડિશા સમુદ્ર કિનારો અને પશ્ચિમ બંગાળના સમુદ્રી જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારા પર 35થી માંડીને 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે.

માછીમારોને ઓડિશા-પશ્ચિમ બંગાળના કિનારા પર 8 તારીખ પછી દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે. સાથે જ દરિયામાં માછલી પકડવા ગયેલી બોટોને પણ પાછા આવી જવા જણાવાયું છે. 'મહા' વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાઈ ગયા પછી માછીમારોને દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રને અડીને આવેલા અરબી સમુદ્રમાં માછલી પકડવા ન જવા સલાહ આપવામાં આવી છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news