Love Jihad વિરૂદ્ધ કાયદા પર Asaduddin Owaisiએ આપ્યું આ નિવેદન
'લવ જેહાદ' (Love Jihad)કાયદા વિરૂદ્ધ કાયદો બનાવવાની ચર્ચા ચાલી રહી છે. તમામ રાજ્ય સરકારો કાયદો બનાવવાની મંશા પહેલાં જ જાહેર કરી ચૂકી છે તો કેટલાક પ્રદેશોમાં ડ્રાફટ તૈયાર કરવાનું શરૂ થઇ ગયું છે.
Trending Photos
નવી દિલ્હી: 'લવ જેહાદ' (Love Jihad)કાયદા વિરૂદ્ધ કાયદો બનાવવાની ચર્ચા ચાલી રહી છે. તમામ રાજ્ય સરકારો કાયદો બનાવવાની મંશા પહેલાં જ જાહેર કરી ચૂકી છે તો કેટલાક પ્રદેશોમાં ડ્રાફટ તૈયાર કરવાનું શરૂ થઇ ગયું છે. લવ જેહાદ વિરૂદ્ધ કાયદો બનાવવાની વાત કહેનાર પ્રદેશોમાં સૌથી પહેલું નામ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)નું આવે છે. હરિયાણા (Haryana), મધ્ય પ્રદેશ (Madhya Pradesh),કર્ણાટક (Karnataka) ગુજરાત (Gujarat) પણ લવ જેહાદ વિરૂદ્ધ કાયદો બનાવશે. આ દરમિયાન એઆઇએમઆઇએમ (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૌસી (Asaduddin Owaisi)એ તેને સંવિધાનની ભાવના વિરૂદ્ધ ગણાવ્યો છે.
ઓવૈસીનો ભાજપ પ ર આરોપ
એઆઇએમઆઇએમ (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૌસી (Asaduddin Owaisi)એ કહ્યું છે, 'જો આમ થશે તો સ્પેશિયલ મેરેજ એક્ટ (Special Marriage Act)ને ખતમ કરી દેવામાં આવશે. આ પ્રકારનો કાયદો સંવિધાનની કલમ 14 અને 21 વિરૂદ્ધ છે. કાનૂનની વાત કરતાં પહેલાં તેમણે સંવિધાન વાંચવું. આ સાથે જ ઓવૈસીએ ભાજપ (BJP)પર યુવાનોને બેરોજગારી પરથી ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારનો મુદ્દો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં તૈયારી
તમને જણાવી દઇએ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પોતે ઘણીવાર આ મુદ્દે નિવેદન આપી ચૂક્યા છે. રાજ્ય સરકાર લવ જેહાદ (Love Jihad)વિરૂદ્ધ કાયદો લાવવા મુદ્દે ગંભીર છે. રાજ્યના ગૃહ વિભાગે લવ જેહાદ વિરૂદ્ધ પ્રસ્તાવિત કાયદાનો ડ્રાફ્ટ પણ તૈયાર કરી લીધો છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, આગામી કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે. ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ધર્માંતરણ વિરોધી બિલ નામ આપવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે