આતંકવાદી હુમલો

અયોધ્યામાં થઇ શકે મોટો આતંકવાદી હુમલો, જૈશ-એ-મોહંમદનો મેસેજ થયો ઇન્ટરસેપ્ટ

રામનગરી અયોધ્યામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ મોટા આતંકવાદી હુમલાનું કાવતરું રચી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો ગુપ્તચર એજન્સીઓને જૈશ-એ-મોહંમદના એક મેસેજને ઇન્ટરસેપ્ટ કર્યો છે. સૂત્રોના અનુસાર જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલી ટેલીગ્રામ ચેનલ પર ગુપ્ત એજન્સીઓએ જૈશ ચીફ મસૂદ અઝહરનો મેસેજ ઇન્ટરસેપ્ટ કર્યો છે.

Dec 25, 2019, 02:42 PM IST

બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલામાં 35 નાગરિકોના મોત, સુરક્ષાબળો ઠાર માર્યા 80 આતંકવાદી

ઉત્તરી બુર્કિના ફાસો (Northern Burkina Faso)ના એક શહેરમાં આતંકવાદીઓ (Terrorist) દ્વારા કરવામાં આવેલા હુમલામાં 35 નાગરિકોના મોત નિપજ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે. દેશના રાષ્ટ્રપતિ રોચ માર્ક કાબોર (Roch Marc Kabore) એ જાણકારી આપી છે. સાથે જ જણાવ્યું છે કે આ ઘટના બાદ સુરક્ષાબળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 80 આતંકવાદીઓને ઠાર માર્યા છે. 

Dec 25, 2019, 09:49 AM IST

લંડનમાં આતંકવાદી હુમલામાં 2 લોકોના મોત, 3 ઘાયલ, પોલીસે આતંકવાદીને ઠાર માર્યા

લંડન બ્રિજ (London Bride) પર શુક્રવારે થયેલા 'આતંકવાદી'' હુમલામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઘટના શુક્રવારે ફિશમોન્ગર હોલમાં 1.58 વાગે થઇ હતી. લંડન મેટ્રોપોલિન પોલીસ કમિશ્નર ક્રેસિદા ડિકે જણાવ્યું કે પોલીસે સંદિગ્ધને પાંચ મિનિટની અંદર ઠાર માર્યા. સમાચાર એજન્સીએ જણાવ્યું કે લંડનમાં ચાકુ વડે હુમલો કરનાર સંદિગ્ધ પૂર્વ આતંકવાદી દોષી પણ હતો. 

Nov 30, 2019, 10:57 AM IST

જમ્મુ-કાશ્મીરઃ કુલગામમાં 5 બિન-કાશ્મીરી મજુરોની આતંકવાદીઓએ કરી હત્યા

સૂત્રોએ જણાવ્યું કે, આ હુમલામાં એક મજુર ઘાયલ થયો છે. પ્રાપ્ત માહિતી અુસાર માર્યા ગયેલા તમામ મજૂરો પશ્ચિમ બંગાળના હતા અને તેઓ અહીં રોજમદાર તરીકે કામ કરતા હતા. 

Oct 29, 2019, 10:00 PM IST

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના દ્રબગામમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ

સીઆરપીએફ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, કેટલાક અજાણ્યા આતંકવાદીઓએ દ્રબગામમાં એક સ્કૂલમાં પરીક્ષ કેન્દ્ર પર તૈનાત સીઆરપીએફ પર 6-7 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષા માટે તૈનાત કરાઈ હતી. હજુ સુધી કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. 
 

Oct 29, 2019, 04:46 PM IST

જમ્મૂ કાશ્મીરના અનંતનાગમાં મોટો હુમલો, ડે. કમિશ્નરની ઓફર આતંકવાદીઓએ ફેંક્યા ગ્રેનેડ

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ (Anantnag) જિલ્લામાં શનિવારે ડેપ્યુટી કમિશનરની ઓફિસ પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો છે. આ હુમલામાં ઘણા લોકોને ઇજા પહોંચી છે. જેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. તો બીજી તરફ સુરક્ષાબળોએ હુમલાવરોની શોધખોળ શરૂ કરી દીધી છે. સમગ્ર વિસ્તારમાં સર્ચિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 

Oct 5, 2019, 12:32 PM IST

આતંકી હુમલાનો ડર છતાં પાકિસ્તાન રવાના થઈ શ્રીલંકાની ક્રિકેટ ટીમ

શ્રીલંકાની ટીમ પર આ પહેલા 2009મા લાહોરમાં પણ આતંકી હુમલો થયો હતો. ત્યારબાદ મોટા ભાગની આંતરરાષ્ટ્રીય ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇન્કાર કરી દીધો અને ટીમ પોતાની મોટા ભાગની મેચ યૂએઈમાં રમવી પડી હતી.

Sep 24, 2019, 03:16 PM IST

ગુજરાત અને દક્ષિણ ભારતમાં સમુદ્ર માર્ગે હુમલો કરવાની ફિરાકમાં આતંકવાદીઓઃ સેના

લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સૈનીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈન્ટેલિજન્સ એજન્સીઓને એવા ઇનપુટ મળ્યા છે કે, પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળોના કેમ્પ પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. કચ્છના સિરક્રિકમાંથી કેટલીક ત્યાગી દેવામાં આવેલી બોટ મળી આવતાં સેનાને એલર્ટ કરાઈ છે. 
 

Sep 9, 2019, 05:44 PM IST

કાશ્મીરમાં પાકિસ્તાન કરાવી શકે છે મોટો આતંકવાદી હુમલો, સેના અને એરફોર્સ એલર્ટ પર

સૂત્રો અનુસાર જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને ઘાટીમાં સ્થિતિ બગાડવા માટે પાકિસ્તાન અને તેના ટુકડા પર ઉછરી રહેલા આતંકવાદી જૂથો મોટા સ્તરે ગરબડ ફેલાવે તેવી આશંકા છે 
 

Aug 16, 2019, 06:00 PM IST
Airports_Security_Tightened PT18M14S

અમદાવાદ સહિત દેશના 19 એરપોર્ટ પર સુરક્ષા વધારાઇ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 કરાયા પછી અને ભારતનો સ્વતંત્રતા દિવસ આવી રહ્યો હોવાના કારણે દેશના તમામ એરપોર્ટ આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટ પર હોવાના જોખમને ધ્યાનમાં લઈને નાગર વિમાનન મંત્રાલયે કોઈ પણ અપ્રિય ઘટના રોકવા માટે કડક સુરક્ષા પ્રોટોકોલ બહાર પાડ્યા છે.

Aug 8, 2019, 12:10 PM IST
Jaish-e-Mohammad planning terror attack in Jammu and Kashmir PT46S

કલમ 370 દૂર કરાતા જૈશ-એ-મોહંમદનું કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર: સૂત્ર

મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ આતંકવાદીઓમાં ફફડાટ ફેલાયો. આતંકવાદી સંગઠન જૈશ અને લશ્કર દ્વારા ખીણમાં મોટા હુમલાનું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકવાદી કમાન્ડરના કોલ ઈન્ટરસેપ્ટ દ્વારા મહત્વાના ખુવાલા કરવામાં આવ્યા છે. જૈશ અને લશ્કરના વડાઓએ ખીણમાં સેના અને સૈન્ય ઠેકાણા પર આત્મધાતી હુમલો કરવાનો આદેશ આપ્યો છે. જેથી સેનાને જમ્મુ કાશ્મીરમાં એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

Aug 8, 2019, 12:05 PM IST

કાશ્મીરમાંથી જપ્ત થઇ પાકિસ્તાનના સિક્કાવાળી ક્લેમોર માઇન, ષડયંત્રનો પર્દાફાશ

કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ પાસે પહેલીવાર ક્લોમોર માઇન (CLAYMORE MINE) મળવાથી સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. આ માઇન અમરનાથ યાત્રાનાં માર્ગ પર શેષનાગ નજીકનાં રસ્તા પાસે મળી. આ માઇન પર પાકિસ્તાન ઓર્ડિનેંસ ફેક્ટ્રીનો સિક્કો લાગેલો છે. સુત્રોએ માહિતી આપી કે હથિયારની સ્થિતી જોતા લાગે છે કે તેને થોડા સમય પહેલા અહીં છુપાવાઇ હતી. 

Aug 2, 2019, 08:58 PM IST

કાશ્મીરમાં મોટા હુમલાની આશંકા, અમરનાથ યાત્રા રદ્દ, તમામ પ્રવાસીઓને સ્થળ છોડવા આદેશ

જમ્મુ - કાશ્મીરમાં વધારાનાં સુરક્ષાદળો પર ફરજંદ રાજ્ય પોલીસનાં ડીજી દિલબાગ સિંહે કહ્યું કે, ઇનપુટ મળી રહ્યા છે કે ખીણમાં આતંકવાદીઓ મોટો હૂમલો કરવાની ફિરાકમાં છે, એટલા માટે અમે ગ્રાઉન્ડ પર ગ્રિટને મજબુત કરવાનો પ્રયાસ કર્યો છે. 

Aug 2, 2019, 04:09 PM IST

અમરનાથ યાત્રા પર આતંકના છે 6 ખતરા, ફૂલપ્રૂફ સુરક્ષા માટે છે આ પ્લાન

1 જૂલાઇથી જમ્મૂ કાશ્મીરમાં શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા 2019 (Amarnath yatra 2019) પર આતંકનું જોખમ સતત બનેલું છે. સુરક્ષા એજન્સીના રિપોર્ટ અનુસાર આતંકી ગ્રુપ અમરનાથ યાત્રા પર હુમલો કરવાનું ષડયંત્ર રચી શકે છે.

Jun 19, 2019, 10:24 AM IST

પુલવામાઃ પોલીસ સ્ટેશન પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 8 નાગરિક ઘાયલ

સુરક્ષા દળોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લઈને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી હતી 
 

Jun 18, 2019, 11:09 PM IST

અયોધ્યાઃ રામ જન્મભૂમિ આતંકવાદી હુમલા કેસમાં 4ને જન્મટીપ, 1 આરોપી નિર્દોષ છુટ્યો

5 જુલાઈ, 2005માં સવારે 9.15 કલાકે રામજન્મભુમિ પરિસરમાં આતંકવાદી હુમલો થયો હતો, ફરિયાદી પીએસી કૃષ્ણચંદે બપોરે બે કલાકે રામ જન્મભુમિ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી 
 

Jun 18, 2019, 04:27 PM IST

અનંતનાગમાં મોટો આતંકવાદી હુમલો, CRPFના 5 જવાન શહીદ, 2 આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરમાં બુધવારે આતંકવાદીઓને સીઆરપીએફની ટીમ પર હુમલો કરી દીધો. અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે થયેલા આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા જ્યારે ત્રણ ઘાયલ થઇ ગયા. શહીદ સુરક્ષા કર્મચારીઓની ઓળખ હરિયાણા નિવાસી એએસઆઇ રમેશ કુમાર, અસમ નિવાસી એએસઆઇ નિરોધ શર્મા, ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર નિવાસી સતેન્દ્ર કુમાર, ગાઝીપુર નિવાસી મહેશ કુમાર કુશવાહા, મધ્યપ્રદેશ દેવાસ નિવાસી સંદીપ યાદવ તરીકે થઇ છે. 

Jun 13, 2019, 07:01 AM IST

બાલકોટ હૂમલા અંગે શરદ પવારનું નિવેદન, પાક.માં નહી કાશ્મીર કરાયો છે હૂમલો

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એનસીપી પ્રમુખ શરદ પવારે મોદી સરકાર પર વ્યંગ કરતા કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી પાકિસ્તાન નહી પરંતુ કાશ્મીરમાં કરવામાં આવેલી છે

Jun 9, 2019, 05:56 PM IST

ભારતના મોટા લશ્કરી બેઝને ઉડાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે અલકાયદા: સૂત્રો

આતંકવાદી સંગઠન અલકાયદા (Al-Qaeda) ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. આ હુમલામાં ભારતના મોટા લશ્કરી બેઝને ઉડાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ ઘટનાને અલકાયદાના આતંકવાદીઓ પોતાને ચલાવશે નહીં.

Jun 5, 2019, 10:33 AM IST

નાગાલેન્ડમાં ઉગ્રવાદી હુમલામાં અસમ રાઇફલ્સનાં 2 જવાન શહીદ

અસમ રાઇફલ્સન 40 રેજિમેન્ટનાં જવાનોનાં કાફલા નાગાલેન્ડનાં ગાઢ જંગલોમાં ઘેરાયોલા મોન જિલ્લાથી પસાર થઇ રહ્યા હતા

May 25, 2019, 10:49 PM IST