દિલ્હીના અલીપુરમાં ગોડાઉનની દીવાલ ધરાશાયી, પાંચ લોકોના મોત, બેની હાલત ગંભીર

Alipur Wall Collapsed: દિલ્હીના અલીપુરમાં દીવાલ ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા છે. દિલ્હી પોલીસે આ મોતની પુષ્ટિ કરી છે. 

દિલ્હીના અલીપુરમાં ગોડાઉનની દીવાલ ધરાશાયી, પાંચ લોકોના મોત, બેની હાલત ગંભીર

નવી દિલ્હીઃ દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક ગોડાઉનની દીવાલ પડી જવાથી પાંચ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. દિલ્હી પોલીસે મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. જાણકારી પ્રમાણે ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયરની ટીમ હાજર છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે દીપાલ પડ્યા બાદ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા, જેમાંથી પાંચ લોકોના મોત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. દુર્ઘટના બાદ ત્યાં ભાગદોડનો માહોલ જોવા મળ્યો હતો. 

NRDF ની ટીમ પર ઘટનાસ્થળે પહોંચી
ઈજાગ્રસ્તોને રાજા હરિશચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ સ્થળ પર હાજર છે. જાણવા મળી રહ્યું છે કે જે ગોડાઉનમાં દીવાલ પડી છે ત્યાં આશરે 25 જેટલા લોકો કામ કરી રહ્યાં હતા. દુર્ઘટના બાદ કાટમાળને હટાવવા માટે જેસીબી મશીન લગાવવામાં આવ્યું છે. સ્થાનીક લોકો બચાવ કાર્યમાં મદદ કરી રહ્યાં છે. 

— ANI (@ANI) July 15, 2022

મુખ્યમંત્રી કેજરીવાલે વ્યક્ત કર્યુ દુખ
મુખ્યમંત્રી કેજરીવાલે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે જિલ્લા તંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગ્યું છે અને તે ખુદ આ ઘટના પર નજર રાખી રહ્યાં છે. કેજરીવાલે ટ્વીટ કર્યુ- અલીપુરમાં દુખદ દુર્ઘટના થઈ. જિલ્લા તંત્ર રાહત અને બચાવ અભિયાન ચલાવી રહ્યું છે. હું સ્વંય ઘટના પર નજર રાખી રહ્યો છું. દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરૂ છું. 

દિલ્હી પોલીસે કહ્યું- અલીપુરમાં એક ગોડાઉનની દીવાલ ધરાશાયી થવાને કારણે 5 લોકોના મોત થયા છે અને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યાં છે. કેટલાક અન્ય લોકો ફસાયાની આશંકા છે, જેને બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news