SP-RLD ગઠબંધન પર અમિત શાહના આકરા પ્રહાર, કહ્યું- તેમની સરકાર આવશે તો જયંત ગાયબ થઈ જશે અને...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સમાજવાદી પાર્ટી, બસપાના શાસનમાં ઉત્તર પ્રદેશને માફિયાઓએ કબજામાં લીધુ હતું.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સમાજવાદી પાર્ટી, બસપાના શાસનમાં ઉત્તર પ્રદેશને માફિયાઓએ કબજામાં લીધુ હતું. ધર્મ અને જાતિના આધારે અહીં રાજનીતિ કરનારાઓની બોલબાલા હતી. તેમણે SP-RLD ગઠબંધન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે યુપીમાં જો તેમની સરકાર આવી તો જયંત ચૌધરી ગાયબ થઈ જશે અને આઝમ ખાન આવી જશે.
મુઝફ્ફરનગરના પ્રવાસે છે અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહ મુઝફ્ફરનગરમાં પ્રભાવી મતદાતા સંવાદ કાર્યક્રમને સંબોધિત કરવા પહોંય્યા હતા. તેમણે કહ્યું કે 2017માં અહીં યોગી આદિત્યનાથજીની સરકાર બન્યા બાદ તમામ ગુંડાઓ ઉત્તર પ્રદેશની સરહદની બહાર જતા રહ્યા છે. તેમણે કહ્યું કે આ જ મુઝફ્ફરનગર છે જેણે 2014, 2017 અને 2019માં ભાજપની યુપીમાં પ્રચંડ જીતનો પાયો નાખવાનું કામ કર્યું છે. અહીંથી લહેર ઉઠે છે જે કાશી સુધી જાય છે અને અમારા વિરોધીઓના સૂપડાં સાફ કરી નાખે છે.
ભાજપના શાસનમાં સુરક્ષા અને વિકાસની છે વાત
અમિત શાહે કહ્યું કે પહેલાની સરકારોના શાસનને ઉત્તર પ્રદેશે જોયું છે. બહેનજીની પાર્ટી આવતી હતી તો એક જાતિની વાત કરતી હતી. કોંગ્રેસ પાર્ટી આવતી હતી તો પરિવારની વાત કરતી હતી. સપા આવતી હતી તો ગુંડા, માફિયા અને તૃષ્ટિકરણની વાતો કરતી હતી. પરંતુ આજે ભાજપને પાંચ વર્ષ થયા, ન જાતિની વાત છે કે ન પરિવારવાદની વાત છે, ગુંડા, માફિયા કે તૃષ્ટિકરણની વાત નથી. ભાજપના શાસનમાં ફક્ત અને ફક્ત સુરક્ષા અને વિકાસની વાત છે.
यूपी में अपहरण में 33% की कमी हुई, अखिलेश अपने शासन के आंकड़ों पर जवाब दें - अमित शाह #UPElection2022 #Akhileshyadav pic.twitter.com/w6EGu9Ctj8
— Zee News (@ZeeNews) January 29, 2022
સપા-આરએલડી ગઠબંધન પર પ્રહાર
સપા અને આરએલડી ગંઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે કાલે અખિલેશજી અને જયંતજીએ પ્રેસ કોન્ફરન્સ કરી. તેઓ કહે છે કે અમે સાથે સાથે છીએ. પરંતુ આ સાથ ક્યા સુધી છે? જો તેમની સરકાર બની ગઈ તો જયંતજી સરકારમાંથી નીકળી જશે અને આઝમ ખાન પાછા આવી જશે. યુપીના લોકો તો ટિકિટ ફાળવણીથી જ સમજી ગયા છે કે આગળ શું થવાનું છે.
સપા-બસપાની સરકાર બની તો ફરી માફિયારાજ આવશે
ગૃહમંત્રીએ કહ્યું કે યુપીમાં છેલ્લા 10 વર્ષ સપા-બસપા સરકાર રહી, તમે ખેડૂતો માટે શું કર્યું? મોદીજીએ ઉત્તર પ્રદેશની અંદર 2 કરોડ 53 લાખ 58 હજાર ખેડૂતોને 37 હજાર 800 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ 6 હજાર પ્રમાણે ખેડૂતોના ખાતામાં મોકલવાનું કામ કર્યું છે. તમારો એક મત યુપીમાં માફિયા રાજ પણ લાવી શકે છે અને તે વોટ માફિયારાજમાંથી મુક્તિ પણ અપાવી શકે છે.
જો સપા અને બસપાની સરકાર બની તો યુપીમાં ફરીથી માફિયારાજ આવશે, જાતિવાદ આવશે. પરંતુ જો ભાજપને મત આપ્યો તો યુપી દેશનું નંબર વન રાજ્ય બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે