સેના 15 હજાર કરોડનાં ખર્ચે દારૂ ગોળાનું ઉત્પાદન શરૂ કરશે
દારૂ-ગોળા માટે હંમેશાથી વિદેશ પરની નિર્ભરતા ઘટાડવા માટે સેના દ્વારા કાર્યક્રમ ચાલુ કરવામાં આવશે
Trending Photos
નવી દિલ્હી : પાયદળે વરસોની ચર્ચા બાદ પોતાનાં હથિયારો અને ટેંકોનાં ગોળા બારૂદને સ્થાનિક સ્તર પર ઉત્પાદન કરવા માટે 15 હજાર કરોડ રૂપિયાની એક મોટી યોજનાને આખરે અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. આ પગલાનો ઉદ્દેશ્ય દારૂ-ગોળોની આયાતમાં થનાર લાંબા અંતર ઘટવાની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહત્વપુર્ણ તેવા દારૂ ગોળાનો ભંડાર ઝડપથી ઘટવાનાં મુદ્દે સંરક્ષણ દળ ગત્ત ઘણા વરસોથી ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. સરકારનું આ પગલું આ સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં પ્રથમ ગંભીર પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
સાથે જ ચીને ઝડપથી પોતાની સૈન્ય ક્ષમતા વધારવાનાં મુદ્દે પણ અલગ અલગ સરકારોએ ચર્ચા કરી હતી. અધિકારીક સુત્રોએ જણાવ્યું કે, આ મહત્વકાંક્ષી યોજનામાં 11 ખાનગી કંપનીઓનો સમાવેશ કરવામાં આવશે. તેનાં ક્રિયાન્વયન પર નજર થળ સેના અને સંરક્ષણ મંત્રાલય ઉચ્ચ અધિકારીઓ કરશે. આ યોજનાનું લક્ષ્યાંક દારૂ ગોળાનું સ્વદેશીકરણ ગણાવી રહ્યા છે. આ તમામ મોટા હથિયારો માટે એક ઇન્વેન્ટ્રી બનાવશે, જેથી દળ 30 દિવસનું યુદ્ધ લડી શકે જ્યારે તેનો લાંબાગાળાનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતાને ઘટાડવાનું છે.
યોજનામાં રહેલા એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, યોજનાનો કુલ ખર્ચ 15 હજાર કરોડ રૂપિયા છે અને અમે ઉત્પાદન કરવામાં આવતા દારૂગોળાની માત્રા સંદર્ભે આગામી 10 વર્ષનું એક લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. એક સુત્રએ જણાવ્યું કે, શરૂઆતમાં કેટલાક પ્રકારનાં રોકેટ, હવાઇ સંરક્ષણ પ્રણાલી, તોપો, બખ્તરબંધ ટેંકો, ગ્રેનેડ લોન્ચર અને અન્ય માટે દારૂગોળોનું ઉત્પાદન સમયસીમાની અંદર કરવામાં આવશે. ઉત્પાદનનાં લક્ષ્યોને કાર્યક્રમ શરૂ કરવાનાં પ્રથમ ચરણનાં પરિણામો બાદ સંશોધિત કરવામાં આવશે. સુત્રોએ સંકેત આપ્યો ગત્ત મહિને અહી પાયદળનાં ઉચ્ચ કમાન્ડર્સનાં એક સમ્મેલનમાં યોજના અંગે ચર્ચા થઇ હતી.
સેના પ્રમુખ જનરલ બિપિન રાવત વિશ્વની બીજી સૌથી મોટી પાયદળનાં માટે હથિયારો અને દારૂ ગોળાની ખરીદ પ્રક્રિયામાં ઝડપ લાવવાને મહત્વ આપી રહી છે. બીજી તરફ અધિકારીઓએ જણાવ્યું કે, દારૂ ગોળાનાં સ્વદેશીકરણ યોજનાનો દશકનો સૌથી મોટો કાર્યક્રમ રહેશે. નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક (કૈગે) ગત્ત વર્ષે જુલાઇમાં સંસદમાં રજુ કરેલા પોતાનાં અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, 152 પ્રકારનો દારૂગોળોમાં માત્ર 61 પ્રકારનો ભંડાર જ ઉપલબ્ધ છે અને યુદ્ધની સ્થિતીમાં તે માત્ર 10 દિવસ સુધી ચાલશે. જો કે નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ અનુસાર દારૂ-ગોળાનું ભંડાર એક મહિનાથી લાંબા ચાલી રહેલા યુદ્ધ માટે પુરતું હોવું જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે