ન્યુઝીલેન્ડ મસ્જીદ હુમલામાં 4 ગુજરાતીઓ સહીત 6 ભારતીયોનાં મોત
ન્યુઝીલેન્ડની બે મસ્જિદોમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ બે ભારતીયો, ઉપરાંત 2 ભારતીય અને 6 પાકિસ્તાની નાગરિકોનાં પણ મોત નિપજ્યા છે
Trending Photos
નવી દિલ્હી : ન્યૂઝીલેન્ડમાં બે મસ્જિદોમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ 6 ભારતીયોનાં મોત થઇ ગયું છે. હૈદરાબાદનાં રહેનારા ફરહાજ હસન અને મુસા વલી સુલેમાન પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ફરહાજ હસન વ્યવસાયે એન્જિનિયર હતા. ન્યુઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં ગોળીબાર દરમિયાન બંન્ને ઘાયલ થઇ ગયા હતા. મુસાવલી પટેલનાં ભાઇ હાજી અલી પટેલે તેમનાં મોતની પૃષ્ટી કરી છે. આ ઉપરાંત ફરહાઝ હસનનાં પરિવારજનોએ પણ પોતાનાં પરિવારનાં મોભીને ગુમાવ્યાની વાતનો સ્વિકાર કર્યો છે. ફરહાઝ અહેસાનનાં પિતાએ કહ્યું કે, તેમનો પુત્ર મસ્જિદમાં શુક્રવારની નમાજ પઢવા માટે ગયો હતો.
ન્યુઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા આતંકવાદી હુમલામાં 6 ભારતીયોનાં મોત નિપજ્યા છે. મરનારા લોકોમાં 4 ગુજરાતી છે અને 2 હૈદરાબાદનાં છે. કુલ 7 ભારતીયો આતંકવાદી હુમલાનો ભોગ બન્યા છે. જે પૈકી 4 ગુજરાતીઓનાં મોત થઇ ચુક્યા છે. જ્યારે હૈદરાબાદનાં 3 લોકો પૈકી 2નાં મોત થઇ ચુક્યા છે.
ગુજરાતનાં મૃતકોનાં નામ
- વડોદરાના પિતા પુત્રનું મોત નિપજ્યું છે. વડોદરાનાં 58 વર્ષનાં આરિફ વ્હોરા અને 27 વર્ષીય રમીઝ વહોરાનું હુમલામાં મોત થઇ ચુક્યું છે. રમીઝ ગત્ત વર્ષથી ક્રાઇસ્ટચર્ચમાં પોતાની પત્ની સાથે રહે છે. જ્યારે તેનાં પિતા હાલમાં જ વડોદરાથી ન્યૂઝીલેન્ડ ગયા હતા. નવસારીનાં જુનેદ યુસુફ કારનું પણ હુમલામાં મોત નિપજ્યું છે.
- ભરૂચનાં લુનારા ગામનાં રહેનારા હાફીઝ મુસા વલી પણ હુમલામાં ઘાયલ થયા છે. આજે બપોરે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. તેઓ હજી થોડા સમય પહેલા જ ન્યુઝીલેન્ડમાં રહેવા માટે ગયા હતા.
ન્યૂઝીલેન્ડમાં થયેલા આ હુમલા બાદથી 9 ભારતીય ગુમ છે, જે અંગે હજી સુધી કોઇ જ માહિતી મળી નથી. ન્યૂઝીલેન્ડ ખાતે ભારતીય હાઇકમિશ્નર સ્થાનિક તંત્ર પાસેથી તેમની માહિતી મેળવી રહ્યા છે. હાલ તંત્ર તેમને શોધી રહ્યું છે. હાઇકમિશ્નરે 9 ભારતીયોના ગુમ થયાની વાત સ્વિકારી છે. આ હુમલામાં પાડોશી દેશ બાંગ્લાદેશનાં 2 અને પાકિસ્તાનનાં 6 નાગરિકોનાં પણ મોત નિપજ્યા છે. આ હુમલાને પગલે સમગ્ર વિશ્વનાં દિગ્ગજ નેતાઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓએ અફસોસ વ્યક્ત કર્યો છે.
Family of Farhaj Ahsan says he has died while undergoing treatment; Ahsan was injured in shootings at mosque in Christchurch, New Zealand https://t.co/B66XzrjNN0
— ANI (@ANI) March 16, 2019
Haji Ali Patel, brother of Musa Wali Suleman Patel, says Musa Wali has died while undergoing treatment at the hospital; He was injured in shootings at mosque in Christchurch, New Zealand https://t.co/Ok9bnx7CSB
— ANI (@ANI) March 16, 2019
રેડક્રોસે ગણાવ્યા કેટલાક ગુમ થયેલા લોકોનાં નામ
રેડક્રોસે ન્યુઝીલેન્ડમાં હુમલા બાદથી ગુમ થયેલા કેટલાક ભારતીયો અંગે માહિતી આપી છે. તેમાં આરિફ વોરા, અનસી કરિપ્પાકુલમ અલીબાવા, મહેબુબા ખોખર, મોહમ્મદ ઇમરાન ખાન અને રમીઝનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે