તનુશ્રી દત્તા મુદ્દે NCWમાં નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ
એડ્વોકેટ ગૌરવ ગુલાટીએ Zee News Digital સાથે વાતચીતમાં જણાવ્યું કે આજે ફરિયાદ દાખલ કરવામાં આવી
Trending Photos
નવી દિલ્હી: તનુસ્રી દત્તા અને નાના પાટેકરનાં 10 વર્ષ જુના કેસમાં ફરિયાદ મળ્યા બાદ હવે રાષ્ટ્રીય મહિલા પંચમાં નાના પાટેકર, ફિલ્મ ચોકલેટનાં નિર્દેશક (વિવેક અગ્નિહોત્રિ) એક અન્ય વ્યક્તિની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તનુશ્રી દત્તા દ્વારા આરોપ લગાવવામાં આવ્યા બાદ આ ફરિયાદ એડ્વોકેટ ગૌરવ ગુલાટી દ્વારા ફાઇલ કરવામાં આવી છે. ગૌરવ ગુલાટી એક વકીલ હોવાની સાથે સાથે સામાજિક કાર્યકર પણ છે. ગૌરવે Zee News Digital સાથેની વાતમાં જણાવ્યું કે, તેમણે આ ફરિયાદ આજે જ ફાઇલ કરી છે. તેમણે કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે આ ઇંક્વાયરી ઝડપથી દિલ્હીમાં થાય કારણ કે મુંબઇ જે લોકોની વિરુદ્ધ આરોપ છે, તેઓ પોતાનો દબદબો ધરાવે છે અને તેની અસર તપાસ પર પણ પડી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તનુશ્રી દત્તાનું કહેવું છે કે જ્યારથી તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે, તેમને સતત ધમકીઓ મળી રહી છે. જેના પગલે મુંબઇ પોલીસ દ્વારા 24 કલાક માટે ચુસ્ત સુરક્ષા આપવામાં આવી છે. જો કે સુરક્ષા છતા પણ તનુશ્રીનાં અનુસાર બે અજાણ્યા લોકોએ તેનાં ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સિક્યુરિટી ગાર્ડસે તેમને સમયસર અટકાવી લીધા હતા.
હાલમાં જ તનુશ્રીએ કહ્યું હતું કે, નાનાનાં વકીલનાં નિવેદન છતા પણ હજી સુધી તેમની તરફથી કોઇ જ કાયદેસર નોટિસ મળી નથી. જો કે તનુશ્રીએ પોતાનાં હાલના નિવેદમાં સ્વિકાર્યું કે તેમને ન માત્ર નાના પાટેકર પરંતુ નિર્માતા વિવેક અગ્નિહોત્રી તરફથી નોટિસ મળી ચુકી છે. તેણે તેમ પણ જણાવ્યું કે, કઇ રીતે આ બંન્નેના સમર્થકો સોશ્યલ મીડિયા સહિતનાં સ્થળો પર તેને ટાર્ગેટ કરી રહ્યા છે.
સિંટા આ મુદ્દે ફરીથી પસાસ કરશે
બીજી તરફ સિને એન્ટ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTA)એ મંગળવારે સ્વિકાર્યું કે 2008માં તનુશ્રી દ્વારા ઉઠાવાયેલી વાતને યોગ્ય રીતે સાંભળવામાં આવી નહોતી અને હવે તેઓ આ મુદ્દે ફરીથી તપાસ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તનુશ્રીએ તે સમયે પોતાની ફરિયાદ દાખલ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે