પૃથ્વીની સદીથી સચિન ખુશ, વીરુ બોલ્યો- છોકરામાં ઘણો દમ છે

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસે સ્ટંપ્સ સુધી 89 ઓવરમાં 4 વિકેટે 364 રન બનાવી લીધા છે. પૃથ્વી શોએ પર્દાપણ કરતા 134 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 
 

પૃથ્વીની સદીથી સચિન ખુશ, વીરુ બોલ્યો- છોકરામાં ઘણો દમ છે

રાજકોટઃ પૃથ્વી શોએ ગુરૂવારે અહીં પોતાના પર્દાપણ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય અને ચોથો સૌથી યુવા ખેલાડી બન્યો, ત્યારબાદ ટ્વીટર પર તેને શુભેચ્છા મળી રહી છે. 

પૃથ્વીએ 18 વર્ષ અને 329 દિવસની ઉંમરમાં પર્દાપણ કરતા માત્ર 99 બોલમાં સદી પૂરી કરી હતી. તેણે 154 બોલમાં 19 ચોગ્ગાની મદદથી 134 રન બનાવ્યા હતા. 

— BCCI (@BCCI) October 4, 2018

મુંબઈના પૃથ્વીને શુભેચ્છા આપનારમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પણ સામેલ છે.  તેંડુલકરે ટ્વીટ કર્યું, પ્રથમ ઈનિંગમાં આવી આક્રમક બેટિંગ જોઈને સારૂ લાગ્યું, પૃથ્વી શો ! નિડર થીને બેટિંગ ચાલુ રાખ. 

— Sachin Tendulkar (@sachin_rt) October 4, 2018

પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે લખ્યું- હજુ તો શરૂઆત છે. છોકરામાં ઘણો દમ છે. 

— Virender Sehwag (@virendersehwag) October 4, 2018

ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ કહ્યું, 'શોએ શું શો દેખાડ્યો, પૃથ્વી શો.'

— Rohit Sharma (@ImRo45) October 4, 2018

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને ટ્વીટ કર્યું, શાનદાર... 18 વર્ષનો પૃથ્વી શો... પર્દાપણ ટેસ્ટ.... એવું લાગે છે કે ભારતનો વદુ એક સુપરસ્ટાર આવી ગયો છે. 

— Michael Vaughan (@MichaelVaughan) October 4, 2018

પૂર્વ ભારતીય સ્પિનગર હરભજન સિંહે લખ્યું, શું ક્ષણ છે. 18 વર્ષની ઉંમર, ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ અને સદી ફટકારી.. શાનદાર કામ કર્યું પૃથ્વી શો.. 

— Harbhajan Turbanator (@harbhajan_singh) October 4, 2018

ભારતના પૂર્વ બેટ્સમેન અને જાણીતા કોમેન્ટેટર સંજય માંજરેકરે લખ્યું, પર્દાપણ મેચમાં સદી પર પૃથ્વી શોને શુભેચ્છા. જે જોઈને સારૂ લાગ્યું કે, તેણે જરૂર કરતા વધુ આક્રમણ કર્યા વગર અને જોખમ લીધા વગર 100ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. 

— Sanjay Manjrekar (@sanjaymanjrekar) October 4, 2018

ભારતના મીડલઓર્ડર બેટ્સમેન રહેલા વીવીએસ લક્ષ્મણ ટ્વીટ કર્યું, પૃથ્વીનું પર્દાપણ કરતા શાનદાર સદી. તે જોઈને સુંદર લાગ્યું કે, 18 વર્ષના છોકરાએ મેદાન પર ઉતરીને પોતાની સ્વાભાવિક રમત રમી.... ઉજ્જવળ ભવિષ્ય.. 

— VVS Laxman (@VVSLaxman281) October 4, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news