Barabanki માં ગમખ્વાર રોડ અકસ્માત, હાઈવે પર ઊભેલી બસમાં ટ્રક ઘૂસી જતા 18 લોકોના દર્દનાક મોત
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ભીષણ રોડ અકસ્માત થયો જેમાં 18 લોકોના મોત થયા છે.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ભીષણ રોડ અકસ્માત થયો જેમાં 18 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાતે લખનઉ-અયોધ્યા હાઈવે પર રોડ સાઈડ ઊભેલી એક ડબલ ડેકર બસને ટ્રકે જોરદાર ટક્કર મારી જેમાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે. મૃત્યુઆંક વધવાની ભીતિ પણ છે.
રોડ કિનારે ઊભી હતી બસ
પોલીસના જણાવ્યા મુજબ બસ બગડતા ડ્રાઈવરે રાતે 8 વાગ્યાની આસપાસ રસ્તા કિનારે ઊભી કરી દીધી હતી અને મોડી રાતે લગભગ 12 વાગે પાછળથી આવતી ટ્રકે આ ડબલ ડેકર બસમાં જોરદાર ટક્કર મારી જેના કારણે ઘટનાસ્થળે જ અનેક લોકોના મોત થયા. પોલીસે જણાવ્યું કે બસ હરિયાણાના પલવલથી બિહાર તરફ જઈ રહી હતી.
A truck rammed into a bus near Ram Sanehi Ghat In Barabanki, late last night. About 18 casualties with many passengers sustaining injuries;19 hospitalized. Rescue operation to recover the dead bodies stuck under the bus is underway: Satya Narayan Sabat, ADG, Lucknow Zone pic.twitter.com/mCsJS9mEVG
— ANI UP (@ANINewsUP) July 28, 2021
મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 19 થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ ઘટનાસ્થળે હાજર છે અને રોડને હાલ ખાલી કરાવવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે