જો તમે પાણીથી બાઈક કે કારને ધોઈ તો ભરવો પડશે 5000 રૂપિયાનો દંડ, આવ્યું નવું ફરમાન

Bengaluru Water Crisis: ભારતનું આઈટી હબ બેંગલુરુમાં પાણીનું સંકટ વધી ગયું છે. જેના કારણે શહેરમાં બિનજરૂરી ઉપયોગથી થનારા પાણીના નુકસાનને ઓછું કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. અહીં વ્હીકલ્સ (કાર, બાઈક, સ્કૂટર, સહિત અન્ય)ને પાણીથી ધોવા પર પ્રતિબંધ લાગ્યો છે.

જો તમે પાણીથી બાઈક કે કારને ધોઈ તો ભરવો પડશે 5000 રૂપિયાનો દંડ, આવ્યું નવું ફરમાન

કર્ણાટકની રાજધાની અને ભારતનું આઈટી હબ બેંગલુરુમાં પાણીનું સંકટ વધી ગયું છે. જેના કારણે શહેરમાં બિનજરૂરી ઉપયોગથી થનારા પાણીના નુકસાનને ઓછું કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. અહીં વ્હીકલ્સ (કાર, બાઈક, સ્કૂટર, સહિત અન્ય)ને પાણીથી ધોવા પર પ્રતિબંધ લાગ્યો છે. કારણ કે વાહનો ધોવામાં બહુ પાણી વેડફાય છે. એટલું જ નહીં ઓથોરિટીએ અનેક વસ્તુઓ માટે પાણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. 

બેંગલુરુ જળ આપૂર્તિ અને સીવરેજ બોર્ડ (બીડબલ્યુએસએસબી)એ શહેરમાં પાણીના સંકટ વચ્ચે વ્હીકલ્સ ધોવા, ફૂવારા અને બાગબાની માટે પાણીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેના  ભંગ બદલ પાંચ હજાર રૂપિયાના દંડની પણ જાહેરાત કરી છે. બહાર પાડવામાં આવેલા આદેશમાં કન્ટ્રસ્ટ્રક્શન એક્ટિવિટીઝ માટે પાણીનો ઉપયોગ, મનોરંજન માટે બનાવવામાં આવેલા ફૂવારા, મોલ અને સિનેમા હોલમાં પીવાના પાણી ઉપરાંત અન્ય ઉપયોગ, રસ્તાની સફાઈ અને અન્ય સફાઈ કાર્યોમાં પાણીના ઉપયોગ પર પ્રતિબંધ લાગ્યો છે. 

બીડબલ્યુએસએસબીના અધ્યક્ષ ડો. રામ વસંત મનોહરે કહ્યું કે, આદેશનો ભંગ કરવા બદલ પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવશે. વારંવાર ભંગ બદલ પાંચ હજાર રૂપિયા દંડ અને દરરોજના 500 રૂપિયા વધારાના ચાર્જ કરવામાં આવશે. બીડબલ્યુએસએસબી એ કહયું કે શહેરમાં તાપમાન વધી રહ્યું છે અને વરસાદની કમીના કારણે ભૂગર્ભ જળનું સ્તર ઊંડુ ઊતર્યું છે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પાણી ન વેડફે અને સમજી વિચારીને તેનો ઉપયોગ કરે. 

બીડબલ્યુએસએસબીએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ આદેશનો ભંગ કરતો દેખાય તો બીડબલ્યુએસએસબી ના કોલ સેન્ટર પર તેની ફરિયાદ કરવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news