નક્સલીઓના કબજામાં છૂટ્યા બાદ રાકેશ્વર સિંહની પ્રથમ તસવીર સામે આવી, પરિવારમાં ખુશીનો માહોલ
શનિવારે 3 એપ્રિલના રોજ છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 22 જવાનો શહીદ થયા. જ્યારે 31 જવાનો ઘાયલ થયા છે. આ સાથે જ એક જવાન રાકેશ્વર સિંહ મન્હાસ ગૂમ થયા હતા.
Trending Photos
રાયપુરઃ છત્તીગસઢથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. નક્સલીઓએ કોબરા જવાન રાકેશ્વર સિંહને (Rakeshwar Singh Manhas) છોડી દીધો છે. મહત્વનું છે કે 3 એપ્રિલે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો પર હુમલો કરી નક્સલીઓએ રાકેશ્વર સિંહને બંધક બનાવી લીધો હતો. આ હુમલામાં 22 સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને અનેકને ઈજા પહોંચી હતી. સેના અને નક્સલીઓ વચ્ચે કલાકો સુધી અથડામણ ચાલી હતી.
Chhattisgarh: CoBRA jawan Rakeshwar Singh Manhas brought to CRPF camp, Bijapur after he was released by Naxals pic.twitter.com/L1FKSCtVnb
— ANI (@ANI) April 8, 2021
રાકેશ્વરની પત્નીએ સરકારનો માન્યો આભાર
રાકેશ્વર સિંહની પત્નીએ કહ્યું, હું તે તમામ લોકોનો આભાર વ્યક્ત કરુ છું જેણે તેમના પતિને સુરક્ષિત મુક્ત કરાવ્યા છે. આ યાદગાર ક્ષણ ક્યારેય ભૂલીશ નહીં. તેની પત્નીએ કહ્યું- સૌથી મુશ્કેલ દિવસ રવિવારનો રહ્યો જ્યારે અમને ખ્યાલ નહતો કે મારા પતિ કઈ સ્થિતિમાં છે, જીવિત છે કે નહીં. તેથી રવિવારનો દિવસ મુશ્કેલ રહ્યો. રાકેશ્વર સિંહ મુક્ત થતા હાલ તેના ઘરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
22 જવાન શહીદ
અત્રે જણાવવાનું કે શનિવારે 3 એપ્રિલના રોજ છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 22 જવાનો શહીદ થયા. જ્યારે 31 જવાનો ઘાયલ થયા છે. આ સાથે જ એક જવાન રાકેશ્વર સિંહ મન્હાસ ગૂમ થયા હતા.
2011માં સીઆરપીએફમાં ભરતી થયા હતા રાકેશ્વર સિંહ
રાકેશ્વરસિંહ મન્હાસ વર્ષ 2011માં સીઆરપીએફમાં જોડાયા હતા. ત્રણ મહિના પહેલા જ છત્તીસગઢમાં તેમનું પોસ્ટિંગ થયું હતું. 7 વર્ષ પહેલા રાકેશ્વર સિંહના લગ્ન થયા હતા અને 5 વર્ષની એક છોકરી છે. માતા કુંતીદેવી અને પત્ની મીનુએ કેન્દ્ર અને રાજ્ય સરકારને રાકેશ્વરને નક્સલીઓના કબજામાંથી છોડાવવાની માગણી કરી છે. તેમના પિતા જગતાર સિંહ પણ સીઆરપીએફમાં હતા. તેમનું નિધન થયું છે. નાનો ભાઈ સુમિત પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરે છે. બહેન સરિતાના લગ્ન થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે