ગઠબંધન તુટ્યા બાદ શાહ જમ્મુમાં, કાર્યકર્તાઓનાં કાનમાં ફૂ્ક્યો 2019નો મંત્ર
ઝંડાના વિવાદિત નિર્ણય પર શાહે કહ્યું હતું કે 4 કલાકમાં નિર્ણય પાછો નહી ખેંચાય તો જમ્મુમાં માત્ર ત્રિરંગો જ બચશે
Trending Photos
જમ્મુ : ભાજપ અધ્યક્ષ અમિત શાહ શનિવારે જમ્મુમાં એક રેલીને સંબોધિત કરવા માટે પહોંચ્યા. જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીડીપીનું ગઠબંધન તુટી ગયા બાદ અમિત શાહની આ પહેલી રેલી છે. આ રેલી પહેલા તેમણે પાર્ટી નેતાઓ સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાતમાં તેમણે 2019 માટે મંત્ર આપ્યો. સાથે જ તે પણ જણાવ્યું કે, પાર્ટી રાષ્ટ્રહિતના મુદ્દે સમજુતી નહી કરે. અત્રે ઉલ્લેખીય છે કે, પાર્ટીનાં સંસ્થાપક અધ્યક્ષ શ્યામા પ્રસાદ મુખર્જીનાં બલિદાન દિવસ પ્રસંગે અમિત શાહ જમ્મુ પહોંચ્યા છે.
રાષ્ટ્રહિત સાથે કોઇ જ સમજુતી નહી: શાહ
રેલી પહેલા અમિત શાહે પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં 2019ની લોકસભા ચૂંટણી મુદ્દે ચર્ચા થઇ હતી. સુત્રો અનુસાર આ મીટિંગમાં શાહે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભાજપ રાષ્ટ્રહિત સાથે કોઇ જ સમજુતી નહી કરવામાં આવે. રાષ્ટ્રહિત સાથે જોડાયેલા મુદ્દે ભાજપ માટે સૌથી મહત્વપુર્ણ છે. આ મુદ્દે 2019ની ચૂંટણી લડવામાં આવશે. કાર્યકર્તાઓને 2019નો મંત્ર આપવામાં આવ્યા બાદ અમિત શાહ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યમથકે ગયા હતા.
કોંગ્રેસનો હાથ પાકિસ્તાનની સાથે : રવિન્દ્ર રૈના
આ રેલીમાં જમ્મુ કાશ્મીરનાં ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે, કોંગ્રેસ પહેલા જ ષડયંત્ર કરતી હતી. હવે પણ ષડયંત્ર કરે છે. કોંગ્રેસ વાળા લોકો કહે છે કે કોંગ્રેસનો હાથ આમ આદમીની સાથે પરંતુ કોંગ્રેસનો હાથ અલગતાવાદીઓની સાથે છે. હું ભારત માતાનો સૌથી મોટા ગદ્દાર છે. રવિન્દ્ર રૈનાએ ડોઢ વર્ષ પહેલા એક કિસ્સો કહેતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરની સરકારની તરફથી ડોઢ વર્ષ પહેલા એક એવો આદેશ પસાર કરવામાં આવ્યો જેનાં કારણે ત્રિરંગાનું અપમાન થાત. તે સમયે અમિત શાહ નાગપુરમાં હાજર હતા. તેમને જેવી નિર્ણય અંગે માહિતી મળી તેમણે ફોન પર કહ્યું કે 4 કલાક આપું છું જો આ નિર્ણય પાછો નહી લેવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં માત્ર ત્રિરંગો જ જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીડિપી સાથે ગઠબંધ તોડ્યા બાદ અમિત શાહની આ જમ્મુની મુલાકાત રાજનીતિક રીતે ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવી રહી છે. પાર્ટીની રજ્યનાં જમ્મુ અને લદ્દાખમાં મજબુત પકડ છે. એવામાં પીડીપીનો સાથ છોડ્યા બાદ ભાજપ 2019ને ધ્યાનમાં રાખી જમ્મુ ક્ષેત્રમાં પોતાનું પ્રદર્શન સુધારવા પર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે