Farmers Protest: ક્યારે સમાપ્ત થશે કિસાનોનું આંદોલન? રાકેશ ટિકૈતે ટ્વિટર પર કરી મહત્વની જાહેરાત
Rakesh Tikait News: રાકેશ ટિકૈતે કહ્યુ કે, મોદીજીએ કહ્યુ છે કે 1 જાન્યુઆરીથી કિસાનોની આવક બમણી થઈ જશે તો અમે પૂછીશું કે કઈ રીતે થશે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભલે વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી દીધી હોય પરંતુ હજુ કિસાન આંદોલનનો અંત આવે તેમ લાગી રહ્યું નથી. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે બુધવારે સ્પષ્ટ કર્યુ છે કે આ આંદોલન હાલ સમાપ્ત થશે નહીં. રાકેશ ટિકૈતે કહ્યુ કે, 27 નવેમ્બરે અમારી બેઠક છે, ત્યારબાદ અમે આગળનો નિર્ણય કરીશું.
રાકેશ ટિકૈતે કિસાન આંદોલનને લઈને ટ્વીટ કરી આ વાત કહી છે. ટ્વીટમાં ટિકૈતે આગળ કહ્યુ કે, મોદીજીએ કહ્યુ છે કે 1 જાન્યુઆરીથી કિસાનોની આવક બમણી થઈ જશે તો અમે પૂછીશું કે કઈ રીતે બમણી થશે. કિસાનોની જીત ત્યારે થશે જ્યારે તેને પોતાના પાકના યોગ્ય ભાવ મળી જશે.
ये आंदोलन अभी ख़त्म नहीं होगा। 27 नवंबर को हमारी बैठक है जिसके बाद हम आगे के निर्णय लेंगे । मोदी जी ने कहा है कि 1 जनवरी से किसानों की आमदनी दोगुनी हो जाएगी तो हम पूछेंगे कि कैसे दोगुनी होगी। किसानों की जीत तब होगी जब उन्हें अपनी फसलों के दाम मिल जाएंगे ।#FarmersProtest
— Rakesh Tikait (@RakeshTikaitBKU) November 24, 2021
કૃષિ કાયદાને રદ્દ કરવા સંબંધી બિલને મંજૂરી
આ પહેલા બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવા સંબંધી બિલને બુધવારે મંજૂરી આપી દીધી છે. સૂચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ જાણકારી આપી છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવા સંબંધિત બિલ રજૂ થવા માટે લિસ્ટેડ છે. મંત્રીમંડળની બેઠક બાદ અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આશરે એક વર્ષથી પ્રદર્શન કરી રહ્યા છે કિસાન
ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા એક વર્ષથી દિલ્હીની સરહદ પર આશરે 40 કિસાન સંગઠન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે રાષ્ટ્રના નામે સંબોધનમાં ત્રણ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કૃષિ કાયદાના સંદર્ભમાં કહ્યુ હતુ કે, તે દેશવાસીઓની માફી માંગતા સાચા મનથી અને પવિત્ર હ્રદયથી કહેવા ઈચ્છે છે કે લગભગ તેમની તપસ્યમાં કોઈ કમી રહી હશે જેને કારણે દિવાના પ્રકાશ જેવું સત્ય કિસાન ભાઈઓને તે સમજાવી શક્યા નહીં. તેમણે કહ્યું કે, અમે ત્રણ કૃષિ કાયદાને પરત લેવા, રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે