Viral Video: જયમાળા દરમિયાન સ્ટેજ પર જ ઈમોશનલ થઈને રડવા લાગ્યા દુલ્હા-દુલ્હન, જુઓ વીડિયો
Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં એક વરરાજા જયમાળા દરમિયાન સ્ટેજ પર રડતી દુલ્હનને જોઈને ઈમોશનલ થઈ જાય છે. ત્યારબાદ બંનેને એક સાથે રડતા દેખાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ Wedding Viral Video: આજકાલ લગ્નના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે પૈકીના મોટાભાગના વીડિયો વરઘોડામાં નાચતા જાનૈયાઓના અથવા તો અનોખા અંદાજમાં લગ્ન મંડપમાં એન્ટ્રી કરતી દુલ્હનનાં હોય છે. સામાન્ય રીતે લગ્નમાં બદા જ ખુશ હોય છે અને વિદાયની વેળાએ દુલ્હન અને તેના પરિવારજનોની આંખોમાં આંસુ જોવા મળે છે.
ક્યારેક અવુ પણ જોવા મળે છે કે દુલ્હનને રડતી જોઈને વરરાજા પણ ભાવુક થઈ જાય છે. જોકે મોટાભાગનાં કિસ્સાઓમાં દુલ્હા અને દુલ્હનને લગ્નની વિધિ દરમિયાન એકદમ ખુશખુશાલ હોય છે. પરંતુ અહીં વાયરલ થયેલા વીડિયોમાં કહાની કંઈક અલગ જ જોવા મળે છે. વીડિયોમાં દુલ્હન લગ્ન પહેલા જયમાળાની રસ્મ કરવા માટે સ્ટેજ પર જાય છે ત્યારે ભાવુક થઈ જાય છે. જેને જોઈને વરરાજા પણ ભાવુક થઈ જાય છે. આ જ કારણ છે કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
દુલ્હનને રડતી જોઈને વરરાજા પણ રડી પડ્યા
વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર wedding_couple_photography_20 નામનાં એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જયમાળાનાં સ્ટેજ પર દુલ્હા અને દુલ્હનને સાથે ઉભેલા જોઈ શકાય છે. જે દરમિયાન પોતાની દુલ્હનને લગ્નનાં જોડામાં જોઈને દુલ્હેરાજા ઈમોશનલ તઈ જાય છે અને તેની આંખો છલકાઈ જાય છે. ત્યાં જ બીજી બાજુ વરરાજાને ઈમોશનલ જોઈને દુલ્હનની આંખોમાં પણ પાણી આવી જાય છે.
લોકો વીડિયોને પસંદ કરી રહ્યા છે
વરરાજા અને દુલ્હન બંને પોતાના ઈમોશન્સ પર કાબૂ નથી રાખી શકતા અને બંનેને રડતા જોઈને યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ જ કારણ છે કે વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે