આગરામાં મોટી દૂર્ઘટના: બિલ્ડિંગ ધરાશાયી થતા બેના મોત, 12 ઈજાગ્રસ્ત

આગરામાં બિલ્ડિંગ ધરાશાયીથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 12 લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 2 લોકોના મોત થયા છે

આગરામાં મોટી દૂર્ઘટના: બિલ્ડિંગ ધરાશાયી થતા બેના મોત, 12 ઈજાગ્રસ્ત

આગરા: આગરામાં બિલ્ડિંગ ધરાશાયીથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 12 લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 2 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળ પર બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. સાથે ઘણા પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ સમગ્ર મામલો તાજગંજ સ્ટેશનના ક્ષેત્રના ધાંધૂપુરનો છે.

જાણકારી અનુસાર બર્થડે પાર્ટી દરમિયાન મકાનની છત પડવાથી આ ઘટના સર્જાઈ હતી. મકાનમાં ડીજેની સાથે બર્થડે પાર્ટી ચાલી રહી હતી. તે દરમિયાન ડાન્સ કરતા સમયે છત પડી હતી. પોલીસ-તંત્રના અધિકારી ઘટનાનું નિરિક્ષણ કરવા માટે સ્થળ પર પહોંચ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news