ઓમિક્રોનથી રિકવર થયા બાદ બીજીવાર થઈ શકો સંક્રમણનો શિકાર? નિષ્ણાંતોએ આપ્યો જવાબ

દેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે અને ઓમિક્રોનને તેનું કારણ માનવામાં આવી રહ્યો છે. પરંતુ સવાલ છે કે શું કોઈ વ્યક્તિ બીજીવાર ઓમિક્રોનથી સંક્રમિત થઈ શકે છે? તેનો જવાબ નિષ્ણાંતોએ આપ્યો છે. 

ઓમિક્રોનથી રિકવર થયા બાદ બીજીવાર થઈ શકો સંક્રમણનો શિકાર? નિષ્ણાંતોએ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયામાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જેનું કારણ નવો વેરિએન્ટ ઓમિક્રોનને માનવામાં આવી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.50 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ વચ્ચે અમેરિકાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોઈ વ્યક્તિ બે વખત પણ ઓમિક્રોનનો શિકાર થઈ શકે છે. 

બીજીવાર ઓમિક્રોન સંક્રમણનો ખતરો
અમેરિકાના મહામારી નિષ્ણાંત એરિક ફીગલ-ડિંગ (Eric Feigl-Ding) અને અમેરિકાના બફૈલો વિશ્વવિદ્યાલયના સંક્રમણ રોગ પ્રમુખ સ્ટૈનલે વીજે દાવો કર્યો છે કે જો કોઈ વ્યક્તિ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થઈને સાજો થઈ જાય છે ત્યારે પણ શક્ય છે કે તે વ્યક્તિ થોડા મહિનામાં બીજીવાર ઓમિક્રોનથી સંક્રમિત થઈ જાય.

અમેરિકી નિષ્ણાંતે દાવો કર્યો કે પ્રથમવાર ઓમિક્રોનથી સંક્રમિત થવા બાદ જો કોઈ વ્યક્તિમાં સારી રીતે ઇમ્યૂન રિસ્પોન્સ એટલે કે રોગ પ્રતિરોધક ક્ષમતા વિકસિત ન થાય તો તે વ્યક્તિ થોડા મહિનામાં બીજીવાર ઓમિક્રોનથી સંક્રમિત થઈ શકે છે.

આવા લોકો રાખે સાવચેતી
નિષ્ણાંતો પ્રમાણે બીજીવાર ઓમિક્રોનથી સંક્રમિત થવાનો સૌથી વધુ ખતરો નબળી ઇમ્યૂન સિસ્ટમવાળા લોકોને છે જે પહેલાથી કેન્સર, કિડની, હાઇપરટેન્શન, ડાયાબિટીઝ જેવી બીમારીઓથી પીડિત છે. આવા લોકોને ઓમિક્રોનથી બીજીવાર સંક્રમિત થવાનો ખતરો સૌથી વધુ છે કારણ કે ઓમિક્રોનમાં આ સમયે BA-1, BA-2 અને BA-3 SUB LINEAGE છે અને તેમાં 28થી લઈને 36 મ્યૂટેશન છે. તેના કારણે જો કોઈ વ્યક્તિ પહેલા ઓમિક્રોન વેરિએન્ટના BA-1 SUB LINEAGE થી સંક્રમિત થયો છે તો ઇમ્યુનિટી ઓછી થવા પર બીજીવાર BA-2 SUB LINEAGE થી સંક્રમિત થઈ શકે છે. 

ઓમિર્કોન વેરિએન્ટના BA-2 SUB LINEAGE ના બ્રિટનમાં 53 નવા કેસ અને ઇઝરાયલમાં 20 નવા કેસ મળ્યા છે. કોરોનાના BA-2 SUB LINEAGE ની સાથે સૌથી મોટી સમસ્યા છે કે તે RT-PCR ને પણ છકાવી દે છે. પરંતુ તે SUB LINEGAE થી સંક્રમિ થનાર વ્યક્તિઓમાં લક્ષણ ઓમિક્રોનના અસલ BA-1 SUB LINEGAE ની જેમ સામાન્ય છે. પરંતુ જે લોકો પહેલાથી બીમાર છે તેને નિષ્ણાંત કેટલીક જરૂરી સલાહ આપે છે. 

બચાવ માટે જરૂર કરો આ કામ
1. તમારા સ્વાસ્થ્યનું સતત મોનિટરિંગ કરતા રહો અને ડોક્ટરના સંપર્કમાં રહો.
2. જો એકવાર ઓમિક્રોનથી સંક્રમિત થઈ ચુક્યા છો, ત્યારે પણ સાવચેતી રાખો, બહાર જાવ તો માસ્ક લગાવો અને ભીટભાડવાળી જગ્યાએ જવાનું ટાળો. 
3. જો તમારી ઉંમર 60 વર્ષથી ઉપર છે અને વેક્સીનના બંને ડોઝ લીધા છે તો બૂસ્ટર ડોઝ જરૂર લગાવો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news