CBIનો સૌથી મોટો ખુલાસો, વોટ્સએપ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી ફેલાવનારા સૌથી વધુ ભારતમાં
ચાઇલ્ડ પોર્નોગ્રાફી રેકેટ મામલામાં સીબીઆઈએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સીબીઆઈ પ્રમાણે, આ બધુ એક વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ચાલી રહ્યું છે. 40 દેશોમાં આ ગ્રુપના આશરે 119 મેમ્બર છે.
- ચાઇલ્ડ પોર્નોગ્રાફી રેકેટ મામલામાં સીબીઆઈનો ચોંકાવનારો ખુલાસો
- 40 દેશોમાં વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ચાલી રહી છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી
- વોટ્સએપ ગ્રુપના 119 સભ્યો, સૌથી વધુ ભારતમાં
Trending Photos
નવી દિલ્હીઃ ચાઇલ્ડ પોર્નોગ્રાફી રેકેટ મામલામાં સીબીઆઈએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સીબીઆઈ પ્રમાણે, આ બધુ એક વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ચાલી રહ્યું છે. 40 દેશોમાં આ ગ્રુપના આશરે 119 મેમ્બર છે. તેમાંથી સૌથી વધુ ભારતમાં સક્રિય છે. ત્યારબાદ પાકિસ્તાન અને અમેરિકાનો નંબર છે. સીબીઆઈએ આ મામલે ઇલેક્ટ્રોનિક ગેજેટનું ફોરેન્સિક એગ્ઝામિનેશન પણ કરાવ્યું છે. તિરુવંનતપુરમમાં કરાયેલી તપાસમાં આ ખુલાસો થયો છે.
Child Pornography Racket Case: CBI probe revealed that the Whats app group had 119 members from 40 countries. Maximum members were from India, followed by Pakistan and then USA. Forensic examination of electronic gadgets is being done by C-DAC Thiruvananthapuram
— ANI (@ANI) March 13, 2018
ભારતમાં દર 30 સેકન્ડે 380 લોકો શોધી રહ્યા છે એડલ્ટ કન્ટેન્ટ
ચાઇલ્ડ પોર્નોગ્રાફીના મામલામાં ભારત સૌથી મોટુ ગ્રાહક અને ડિસ્ટ્રિબ્યુટર્સ બની રહ્યું છે. આ વધારો તેવી સ્થિતિમાં છે કે હવે દેશમાં આ પ્રકારના મટિરિયલ પર લગામ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
દર 40 મિનિટમાં બની રહ્યો છે આવો વીડિયો
સાઇબર એક્સપર્ટસ પ્રમાણે દેશમાં દર 40 મિનિટમાં એક ખરાબ વીડિયો બનાવવામાં આવે છે. આ પ્રકારના કન્ટેન્ટને ઇન્ટરનેટ પર અપલોડ કરવાના મામલે કેરલ લિસ્ટમાં ટોપ પર છે. જ્યારે હરિયાણામાં મોબાઇલ પર સૌથી વધુ આ પ્રકારનું કન્ટેન્ટ જોવામાં આવે છે. ચિંતાની વાત એ છે કે જે પોર્ન વીડિયો અપલોડ કરવામાં આવે છે, તેમાં બાળકો અને કિશોરોના વધુ છે.
ટોપ સર્ચમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કીવર્ડસ
આ કારણ છે કે schoolgirls, teens અને desi girls જેવા ટોપ સર્ચ કીવર્ડસ છે. આનાથી ચાઇલ્ડ સેક્યુઅલ એબ્યૂઝ મટિરિયલ (CSAM)ને બુસ્ટ મળી રહ્યું છે. સાઇબર સિક્યોરિટી એક્સપર્ટના એનાલિસિસ પ્રમાણે, દેશમાં 35-40 કન્ટેન્ટ દરરોજ અપલોડ થાય છે, જે હજારો ટેરાબાઇટ્સમાં હશે.
નાના શહેરોમાં વધુ શૂટ થાય છે આવા કન્ટેન્ટ
હાલના દિવસોનો ટ્રેન્ડ જોતા કહેવામાં આવે છે કે નાના શહેર (2,3 અને 4 ટાયર સિટી)માં આવા એડલ્ટ કન્ટેન્ટ વધુ શૂટ કરવામાં આવે છે. તેને મોબાઇલમાં શૂટ કરવામાં આવે છે અને અહીંથી ડિસ્ટ્રીબ્યૂટ થાય છે. બેકગ્રાઉન્ડમાં ગ્રામીણ વિસ્તારના બાળકો સોફ્ટ ટાર્ગેટ છે પરંતુ સૌથી વધુ સંખ્યા શહેરી સ્કૂલોમાં ભણતા છાત્રોની છે જે આમાં ફસાઇ જાય છે.
શું કહે છે કાયદો?
વરિષ્ઠ વકીલ અને આઈટી એક્સપર્ટ પવન દુગ્ગલે ઈન્ડિયા ટૂડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશ છતા CSAM કન્ટેન્ટ ઝડપથી વધી રહ્યું છે. આઈટી એક્ટ પ્રમાણે આ પ્રકારનું કન્ટેન્ટ જોવા કે શેર કરવાને લઈને આકરી સજાની જોગવાઇ છે, પરંતુ કાયદો લાગુ કરવામાં ઢીલ આપવામાં આવે છે. સરકારનું વલણ વેબસાઇટ્સને બ્લોક કરવાને લઈને છે પરંતુ કન્ટેન્ટ સોર્સને જોવામાં આવતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે