Confirm : ફરીથી નહીં લેવાય CBSEનું ધોરણ 10નું ગણિતનું પેપર

10મા ધોરણના વિદ્યાર્થીઓ પર લટકતી રિ-ટેસ્ટની તલવાર હટી ગઈ છે

Confirm : ફરીથી નહીં લેવાય CBSEનું ધોરણ 10નું ગણિતનું પેપર

નવી દિલ્હી : કેન્દ્રિય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)એ નિર્ણય લઈ લીધો છે કે લિક થયેલું ધોરણ 10નું ગણિતનું પેપર ફરીથી નહીં લેવાય. આ જાહેરાતના પગલે હવે 10મા ધોરણના વિદ્યાર્થીઓ પર લટકતી રિ-ટેસ્ટની તલવાર હટી ગઈ છે. જોકે CBSEની 12મા ધોરણની ઇકોનોમિક્સની રિ-ટેસ્ટ લેવામાં આવશે અને આની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ રિટેસ્ટ 25 એપ્રિલે ફરીથી લેવામાં આવશે. પહેલાં બોર્ડે કહ્યું હતું કે તપાસ પછી જરૂર લાગશે તો જુલાઈ મહિનામાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે તેમજ હરિયાણા-દિલ્હીના વિદ્યાર્થીઓએ આ રિ-ટેસ્ટ આપવી પડશે.

— ANI (@ANI) April 3, 2018

CBSEના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં મોટા સમાચાર આવ્યાં હતા કે પેપર લિકના કારણે ધોરણ 10નું ગણિત અને 12મા ધોરણની ઈકોનોમિક્સની પરીક્ષા ફરીથી લેવાશે. આ વર્ષે સીબીએસઈ બોર્ડ પરીક્ષાના પેપર લીક થયા હોવાની ચર્ચાઓ હતી. પોલીસ કેટલાક કેસોમાં તપાસ પણ કરી રહી છે. બોર્ડે આ પગલું પરીક્ષાને લઈને આવેલી ફરિયાદોને પર કાર્યવાહી કરતા લીધું હતું. જોકે બોર્ડના આ નિર્ણય પછી આખા દેશમાં વિદ્યાર્થીઓએ એની સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો અને ગણિતની પરીક્ષાની રિ-ટેસ્ટ સામે આખા દેશમાં વાંધો ઉપાડવામાં આ્વ્યો હતો. 

— ANI (@ANI) April 3, 2018

CBSE મુદ્દો હવે વિવાદિત બની રહ્યો છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને તે વિદ્યાર્થીઓ માટે બીજુ પુસ્તક લખવા માટેની સલાહ આપી જેનું જીવન પ્રશ્ન પેપર લીક થવાનાં કારણે તબાહ થઇ ગયું છે. રાહુલે શુક્રવારે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, વડાપ્રધાને વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવથી દુર રહેવા માટે એક્ઝામ  વોરિયર્સ નામનું પુસ્તક લખ્યું હતું. હવે વડાપ્રધાને પેપર લીક થઇ જવાનાં કારણે તબાહ થઇ ગયેલા જીવનને કઇ રીતે સંભાળવું તે અંગે પણ એક પુસ્તક લખવું જોઇએ. રાહુલે પોતાનાં ટ્વીટ સાથે એક્ઝામ વોરિયરની તસ્વીરને પણ ટેગ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news