Group Captain Varun Singhનું નિધન, CDS સાથે હેલિકોપ્ટરમાં હતા સવાર, PM મોદીએ ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ

ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ શહીદ થયાં છે. તમિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં વરુણ સિંહ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની સાથે હતાં. આ હેલિકોપ્ટરમાં સીડીએસના પત્ની સહિત કુલ 14 સભ્યો સવાર હતા. જે પૈકી દુર્ઘટનાના દિવસે જ 13 લોકોના નિધન થયા હતાં. જ્યારે આ દુર્ઘટનામાં જીવત એક માત્ર કેપ્ટન વરુણ સિંહની સારવાર ચાલી રહી હતી. જોકે, આજે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.

Group Captain Varun Singhનું નિધન, CDS સાથે હેલિકોપ્ટરમાં હતા સવાર, PM મોદીએ ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ (Group Captain Varun Singh) શહીદ થયાં છે. તમિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં વરુણ સિંહ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની સાથે હતાં. આ હેલિકોપ્ટરમાં સીડીએસના પત્ની સહિત કુલ 14 સભ્યો સવાર હતા. જે પૈકી દુર્ઘટનાના દિવસે જ 13 લોકોના નિધન થયા હતાં. જ્યારે આ દુર્ઘટનામાં જીવત એક માત્ર કેપ્ટન વરુણ સિંહની સારવાર ચાલી રહી હતી. જોકે, આજે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. બેંગલુરુની હોસ્પિટલમાં તેમણે આજે બપોરે પહોણા એક વાગ્યાની આસપાસ પોતાનો દેશ છોડી દીધો. 
 

— Narendra Modi (@narendramodi) December 15, 2021

 

બેંગલુરુની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે વરુણ સિંહને સારી સારવાર માટે તમિલનાડુના વેલિંગ્ટનથી બેંગ્લોરની કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હતી.

CDS બિપિન રાવત સહિત 14 લોકોના મોત થયા છે-
જણાવી દઈએ કે, 8 ડિસેમ્બરે ભારતીય વાયુસેના (IAF)નું Mi-17V5 હેલિકોપ્ટર જનરલ બિપિન રાવત સહિત અનેક અધિકારીઓને લઈને ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજ, વેલિંગ્ટન (નીલગિરી હિલ્સ) જઈ રહ્યું હતું, પરંતુ કુન્નૂર પાસે એક દુ:ખદ અકસ્માત થયો હતો. . હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 14 લોકો સવાર હતા. અકસ્માત બાદ જનરલ બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા હતા અને ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર બચી ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news