result

ગાંધીનગર મનપાના ત્રિપાંખિયા જંગમાં ભાજપ જીત તરફ આગળ, આપ અને કોંગ્રેસના દાવા પોકળ!

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ જેવા બે મોટા રાજકીય પક્ષોની સાથે આમ આદમી પાર્ટીએ પણ ઝુકાવ્યું છે. અગાઉ સુરત મનપાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ આપે ગાંધીનગરમાં પગ જમાવવાનો દાવો કર્યો છે. જેના કારણે ભારત-કોંગ્રેસ કરતા વધારે લોકોની નજરે આપે કરેલાં દાવા પર રહેશે. હાલ મતગણતરી શરૂ થઈ ચૂકી છે.

Oct 5, 2021, 09:02 AM IST

Junagadh: ધો.૧૦નું પરિણામ તાલુકા કક્ષાની શાળાઓએથી વિતરણ કરાશે

આ તાલુકા વિતરણ કેન્દ્ર પરથી ફક્ત શાળાના આચાર્ય/શિક્ષકો/કલાર્કને તેની શાળાનો અધિકાર પત્ર આપવાથી પોતાની શાળાનું પરિણામ મેળવી શકશે.

Jul 22, 2021, 08:08 PM IST

વિચિત્ર પરિણામ પદ્ધતી? 10 બોર્ડનું પરિણામ તો જાહેર થઇ ગયું પરંતુ વિદ્યાર્થીઓ નહી જોઇ શકે!

ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોનાને કારણે બોર્ડ સહિત ધોરણ 1થી 12 સહિતનાં તમામ ધોરણોની પરીક્ષા સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી છે. જો કે માસ પ્રમોશન માટે સરકાર દ્વારા ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. જેના અનુસાર હવે પરિણામ તૈયાર થઇ ચુક્યા છે. સરકાર દ્વારા આ અંગેની અધિકારીક જાહેરાત કરતા જણાવ્યું કે, આજે સાંજે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. જો કે સૌથી મહત્વની બાબત છે કે, આ પરિણામ કોઇ વિદ્યાર્થી નહી જોઇ શકે પરંતુ માત્ર શાળાઓ જ જોઇ શકશે. 

Jun 29, 2021, 07:49 PM IST

AHMEDABAD: પરિણામ પહેલા જ ગુજરાત વિદ્યાપીઠે એડમિશન આપવાનું ચાલુ કર્યું

ગુજરાત વિદ્યાપીઠમાં એડમિશનને લઈ ઉલટી ગંગા જેવો ખેલ જોવા મળી રહ્યો છે. ધોરણ 12 નું પરિણામ હજુ જુલાઈના અંતમાં આવશે અને વિદ્યાપીઠે અત્યારથી એડમિશન શરૂ કર્યા છે. BA, B.Sc. જેવા વિષયમાં 15 જુલાઈ પહેલા એડમિશન લેવા જાહેરાત કરાઈ છે. હજુ ધોરણ 12નું પરિણામ નથી આવ્યું અને વિદ્યાપીઠે વહેલા તે પહેલાંના ધોરણે એડમિશન આપવાનું ચાલુ કર્યું છે. 

Jun 21, 2021, 07:50 PM IST

GANDHINAGAR: ધોરણ 12નું પરિણામ માન્ય ન હોય તો વિદ્યાર્થી આપી શકશે પરીક્ષા, સરકારની જાહેરાત

ધોરણ 12 તમામ પ્રવાહના નિયમિત ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 બોર્ડનાં જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેમના માટે આ ખુબ જ મહત્વના સમાચાર છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, તેઓ દ્વારા નિયત પદ્ધતી અનુસાર પરિણામ જાહેર કરવામાં આવશે. પરંતુ જો કોઇ વિદ્યાર્થીને અસંતોષ હોય તો તેઓ પરીક્ષા પણ આપી શકે છે. 

Jun 20, 2021, 06:00 PM IST

પુરેપુરી ફી ભરી હોવાછતાં શાળાએ રિઝલ્ટ અટકાવ્યા, વાલીઓએ આપ્યું આવેદન પત્ર

સુરત (Surat) માં આવેલી શારદા યતન સ્કુલ (Sharda Yatan School) દ્વારા પુરેપુરી ફી (Fee) નહિ ભરતા વાલીઓના બાળકોનું રીઝલ્ટ (Result) અટકાવી રાખ્યું હોવાનો આક્ષેપ થયો છે. અને આ મામલે વાલીઓએ એકઠા થઈને જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Jun 10, 2021, 06:26 PM IST

આજથી GTUના મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની લેવાશે પરીક્ષા

આજથી GTU દ્વારા મેરીટ બેઝ માસ પ્રમોશનથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. મેરીટ બેઝ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની GTUએ તક આપી છે. રાજ્યના 32 કેન્દ્ર પર ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવાશે

Oct 26, 2020, 09:05 AM IST

ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 21 સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું કરાશે વિતરણ

આજે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10માં બે વિષયમાં અનુઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ઓગસ્ટમાં પરીક્ષા યોજાઇ હતી. જેમાં 1,08,869 વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા જાહેર થયું.

Sep 18, 2020, 01:16 PM IST

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળનો મહત્વનો નિર્ણય, 15 ઓગસ્ટ સુધી કામગીરી સ્થગીત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 15 ઓગસ્ટ સુધી તમામ ઉમેદવારોને ઉમેદવારી ફાળવણી પત્ર, વિવિધ પરીક્ષાઓના પરિણામો સહિતની કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યા છે.

Jun 24, 2020, 05:45 PM IST

ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીનું પરિણામ: ABVP 2 બેઠક છતા વિજય સરઘસ કાઢ્યું

ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. સેનેટની 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં 6 બેઠક અને NSUI એ ભવ્ય વિજય મેળવ્યો છે.  ABVP માત્ર 2 બેઠક પર જીતી છે અને સેનેટમાં કારમો પરાજય થયો છે. જો કે શરમજનક પરાજય છતા કેમ્પસમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે ડીજે બોલાવીને ઉજવણી કરવામાં આવી હતી. માત્ર યુજી કોમર્સ અને પીજી સાયન્સ જ એબીવીપી જીતી શક્યું હતું. ભાજપ યુવા મોરચાનાં નેતાઓએ ઉજવણીમાં હાજર રહ્યા હતા. આ વિજય સરઘસ દરમિયાન ABVP અને NSUI ના કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી.

Mar 9, 2020, 03:10 PM IST
result of cs exam declare PT2M51S

કંપની સેક્રેટરીઝ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર, જુઓ કેવું આવ્યું પરીણામ

કંપની સેક્રેટરીઝ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર , અમદાવાદ સેન્ટરનું પરિણામ 63.09 ટકા આવ્યું, ટોપ 25માં અમદાવાદના 10 વિદ્યાર્થીઓનો સમાવેશ, સંઘવી ખુશીએ ઓલ ઇન્ડિયામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો, નિશિ શાહ અમદાવાદમાં બીજા અને દેશમાં 5માં સ્થાને આવી

Jul 25, 2019, 06:00 PM IST
Today Start SSC and HSC Supplementary Exam PT2M32S

આજે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા યોજાશે

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની સાથે સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાની તારીખ બોર્ડે જાહેર કરી છે, જેમાં વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા 11થી 13 જુલાઈએ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા 14 જુલાઈએ લેવાશે. પૂરક પરીક્ષામાં એક દિવસે બે પેપરનું આયોજન બોર્ડે કર્યું છે. 12 વિજ્ઞાન પ્રવાહના પહેલા દિવસે 11 જુલાઈએ સવારે 10:30થી 2 વાગ્યા દરમિયાન ગણિત અને 3થી 6-30 દરમિયાન જીવવિજ્ઞાન, 12 જુલાઈએ સવારે રસાયણ વિજ્ઞાન, બપોરે અંગ્રેજીનું પેપર, 13 જુલાઈએ સવારે પ્રથમ ભાષા, કમ્પ્યૂટર અને બપોરના સેશનમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવાશે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ 14 જુલાઈએ બપોરના સેશનમાં નાપાસ થયેલા વિષયના પેપરની સાથે કમ્પ્યૂટર એજ્યુકેશન સૈદ્ધાંતિક પેપર રહેશે. પ્રાયોગિક પરીક્ષા શાળા કક્ષાએ જ લેવાશે.

Jul 11, 2019, 10:20 AM IST

ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટની ચૂંટણીમાં કોંગ્રેસના 1 જ્યારે ભાજપના 2 સભ્યોનો વિજય

ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં કોંગ્રેસના એક સભ્ય જ્યારે ભાજપના 2 સભ્યોનો વિજય થયો છે. જેમાં કોંગ્રેસના ઇન્દ્રવીજયસિંહ ગોહિલ તો ભાજપના કૌશિક જૈન અને ધ્રુમિલ પટેલનો સમાવેશ થાય છે.

Jun 24, 2019, 07:07 PM IST
Today Declare Gram Panchayat By Election Result PT1M57S

આજે જાહેર થશે ગ્રામ પંચાયતની પેટાચૂંટણીનું પરિણામ

બનાસકાંથાની 7 ગ્રામ પંચાયત અને અરવલ્લી જિલ્લાની છ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. ચુસ્ત પોલીસ બંધોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઇ ગઇ છે. મોટી સંખ્યામાં મામલતદાર કચેરી આગળ ગ્રામજનોના ટોળાં એકત્રિત થયા છે. 7 ગ્રામપંચાયતમાં કુલ 68.51 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન હાથિદ્રા ગ્રામપંચાયતનું 93.60 ટકા થયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન અરણીવાડા ગ્રામપંચાયતનું 52.94 ટકા થયું હતું.

Jun 18, 2019, 09:55 AM IST

JEE એડવાન્સનું પરિણામ જાહેર, અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં પ્રથમ

દેશભર આવેલી 23 IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવેલી JEE એડવાન્સનું પરિણામ જાહેર કરાયું છે. ત્યારે મહારાષ્ટ્રના બલરામપુરનો કાર્તિકેય ગુપ્તા 372માંથી 346 માર્ક મેળવી દેશભરમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. તો અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં પ્રથમ સ્થાને અને દેશભરમાં 10માં સ્થાને આવી છે. 

Jun 14, 2019, 08:53 PM IST

NEETનું પરિણામ જાહેર, ગુજરાતનો રવિ માખેજા ભારતમાં 14માં ક્રમે

ધોરણ 12 સાયન્સ પછી મેડીકલ, ડેન્ટલમાં પ્રવેશ માટે લેવામાં આવેલી NEETની પરીક્ષાનું પરિણામ આખરે જાહેર કરાયું છે. NEETના પરિણામની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં 14 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જાહેર કરાયેલું NEETનું પરિણામ 56.27% આવ્યું છે.
 

Jun 5, 2019, 08:32 PM IST

સુરત લોકસભા ચૂંટણી પરિણામ 2019: ભાજપના દર્શના જરદોશ જંગી બહુમતથી વિજયી

લોકસભા ચૂંટણી પરિણામ આવતાની સાથે જ ગુજરાતમાં કમળ ખીલ્યું છે. ગુજરાતની તમામ 26 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. ત્યારે સુરત લોકસભા બેઠક પર દર્શનાબેન જરદોશ 795651 વોટથી વિજયી થઇને ફરી એકવાર સુરતમાં કમળને ખીલાવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પાટીદાર ફેક્ટરનો ઉપયોગ કરવા માટે અશોક પટેલને ટીકિટ આપવામાં આવી હતી. પરંતુ સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને માત્ર 247421 વોટ જ મળ્યા હતા. 

May 23, 2019, 07:52 PM IST

Stock Market : રેકોર્ડ સ્તરે ખુલ્યું માર્કેટ, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઉછાળો

ડોલરની સરખામણીમાં રૂપિયો આજે 21 પૈસા વધારા સાથે 69.45ના સ્તર પર ખુલ્યો છે. આવતીકાલે ડોલરની સરખામણીમાં રૂપિયો પાંચ પૈસાના વધારા સાથે 69.66ના સ્તર પર બંધ થયો હતો. 

May 23, 2019, 09:45 AM IST

પરિણામોને લઈને કેન્દ્રીય ગૃહવિભાગનું એલર્ટ, ગુજરાતમાં તોફાન થવાની શક્યતા

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં કેન્દ્રીય ગૃહવિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચૂંટણીના પરિણામોને લઇને ગુજરાતમાં મતગણતરી બાદ કેટલાક વિસ્તારોમાં તોફાન થવાની શક્યતા હોવાને કારણે તમામ રાજ્યોના મુખ્ય સચીવ અને પોલીસવડાઓને સતર્ક રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે.

May 22, 2019, 06:22 PM IST
Special Conversation With Amit Chavda Before Loksabha Election Result PT13M45S

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પહેલા અમિત ચાવડા સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પહેલા ઝી 24 કલાકે અમિત ચાવડા સાથે ખાસ વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે કાલે કોંગ્રેસ ભવ્ય બહુમતીથી વિજયી બનશે

May 22, 2019, 05:05 PM IST