સિવિલ સર્વિસિઝની જમ્મૂ-કાશ્મીર કેડર ખતમ, કેન્દ્ર સરકારે કર્યો આદેશ
કેન્દ્ર દ્વારા ઓગસ્ટ 2019માં જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવા અને પૂર્વવર્તી રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો (જમ્મૂ કાશ્મીર તથા લદ્દાખ)માં વિભાજીત કરવાના એક વર્ષથી વધુ સમય બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
Trending Photos
શ્રીનગર: કેન્દ્ર સરકારે ગુરૂવારે મોટો નિર્ણય લેતાં સિવિલ સર્વિસિઝના જમ્મૂ કાશ્મીરના કેડર (J&K Cadre)ને ખતમ કરી દીધો છે. સરકારે જમ્મૂ કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન એક્ટ 2019માં સંશોધન માટે પરિપત્ર જાહેર કરી દીધો છે. આઇએએસ, ભારતીય પોલીસ સેવા (PCS) અને ભારતીય વન સેવાના જમ્મૂ કાશ્મીર કેડર (J&K Cadre)ના ગુરૂવારે 'એજીએમયૂટી' (અરૂણાચલ, ગોવા, મિઝોરમ અને કેન્દ્ર શાસિત વિસ્તાર) કેડરમાં વિલય કરી દેવામાં આવ્યો.
'એજીએમયૂટી' કેડર હશે ભાગ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind) દ્વારા હસ્તાક્ષરિત અને કાનૂન તથા ન્યાય મંત્રાલય જાહેર કરવામાં આવેલા એક પરિપત્ર અનુસાર જમ્મુ કાશ્મીર કેડરના આઇએએસ, આઇપીએસ અને ભારતીય વન સેવાના અધિકારી હવે 'એજીએમયૂટી' કેડરનો ભાગ હશે. હવે પૂર્વવર્તી કાશ્મીર કેડરના અધિકારીઓને અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં નિયુક્ત કરવામાં આવી શકે. જરૂરી ફેરફાર કેન્દ્ર સરકાર સંબદ્ધ કેડર ફાળવણી નિયમોમાં કરવામાં આવી શકે છે.
કેન્દ્ર દ્વારા ઓગસ્ટ 2019માં જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવા અને પૂર્વવર્તી રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો (જમ્મૂ કાશ્મીર તથા લદ્દાખ)માં વિભાજીત કરવાના એક વર્ષથી વધુ સમય બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે