પેગાસસ જાસૂસીના આરોપોની તપાસ માટે કમિટી બનશે, SC માં કેન્દ્ર સરકારે જણાવ્યું

પેગાસસ જાસૂસી મામલાની તપાસ હવે એક કમિટી દ્વારા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે જાણકારી આપી છે.

પેગાસસ જાસૂસીના આરોપોની તપાસ માટે કમિટી બનશે, SC માં કેન્દ્ર સરકારે જણાવ્યું

નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મામલાની તપાસ હવે એક કમિટી દ્વારા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે જાણકારી આપી છે. કમિટી બનાવવાની જાહેરાત સાથે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પેગાસસથી જાસૂસીના આરોપોને નકાર્યા. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર તરફથી બે પેજની એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. સોગંદનામા મુજબ સરકાર વિશેષજ્ઞોની એક કમિટી બનાવશે જે આ પેગાસસ વિવાદની તપાસ કરશે. 

અત્રે જણાવવાનું કે આજે પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટમાં કેન્દ્ર સરકારે તેના પર લાગેલા તમામ આરોપ નકાર્યા. કેન્દ્રએ આજે પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરી. જે બે પાનાની હતી. કેન્દ્રએ કહ્યું કે તેમના તરફથી કોઈ જાસૂસી કે ગેરકાયદેસર નિગરાણી કરાવવામાં આવી નથી. 

— ANI (@ANI) August 16, 2021

સોગંદનામામાં સરકારે વરિષ્ઠ પત્રકાર એન રામ અને અન્ય અરજીકર્તાઓએ લગાવેલા આરોપોને ફગાવી દીધા. તેમની અરજીમાં આરોપ હતા કે સૈનિક પ્રયોગના આ સોફ્ટવેરનો ઉપયોગ સરકારે પત્રકારો, રાજનેતાઓ, એક્ટિવિસ્ટ, નોકરશાહો, અને ન્યાયપાલિકા સંલગ્ન લોકોની જાસૂસી માટે કર્યો. 

— ANI (@ANI) August 16, 2021

આ અગાઉ 10 ઓગસ્ટના રોજ આ કેસ પર સુનાવણી થઈ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસની ભલામણ કરનારા કેટલાક અરજીકર્તાઓ દ્વારા સોશિયલ મીડિયા પર 'સમાનાંતર કાર્યવાહી અને ચર્ચા' પર આપત્તિ જતાવી હતી અને કહ્યું હતું કે અનુશાસન અને ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ હોવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news