સુપ્રીમના આદેશ બાદ પણ કેજરીવાલના હાથમાંથી છીનવી લીધો પાવર, કોર્ટમાં વેકેશન

Delhi government: 11મી મે ના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્લી સરકારને એક મોટી રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દિલ્લી સરકારને કામ કરવાની અને નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળી હતી. જો કે આ સ્વતંત્રતાનો કેજરીવાલ સરકાર ઉપયોગ કરે તે પહેલા જ સ્વતંત્રતા પાછી લઈ લેવાઈ છે.

સુપ્રીમના આદેશ બાદ પણ કેજરીવાલના હાથમાંથી છીનવી લીધો પાવર, કોર્ટમાં વેકેશન

LG Vinai Kumar Saxena: દિલ્લી સરકારને વહીવટ માટે વધુ સત્તાઓ આપતા સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખુશ થયેલા અરવિંદ કેજરીવાલની ખુશી 9 દિવસ જ ટકી શકી છે. કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને ફરી ઉપરાજ્યપાલને દિલ્લીના બોસ બનાવી દીધા છે. જેને જોતાં કેન્દ્ર અને દિલ્લી સરકાર વચ્ચેના જંગમાં નવો અધ્યાય ઉમેરાયો છે.

11મી મે ના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્લી સરકારને એક મોટી રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દિલ્લી સરકારને કામ કરવાની અને નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળી હતી. જો કે આ સ્વતંત્રતાનો કેજરીવાલ સરકાર ઉપયોગ કરે તે પહેલા જ સ્વતંત્રતા પાછી લઈ લેવાઈ છે.

કેન્દ્ર સરકારે એક વટહુકમ બહાર પાડ્યો છે, જેની જોગવાઈઓ અનુસાર દિલ્લી સરકારની સત્તા ફરી સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાની સ્થિતિમાં આવી ગઈ છે. દિલ્લીના અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગના અધિકાર ફરી ઉપરાજ્યપાલને મળ્યા છે. કેન્દ્રના આ વટહુકમને મુખ્યમંત્રી કેજરીવાલે સંઘીય માળખા પર પ્રહાર તેમજ દિલ્લીના લોકો માટે તમાચા સમાન ગણાવ્યો છે.

કેન્દ્ર સરકારે વટહુકમમાં જ તેને લાવવા પાછળનું કારણ પણ આપ્યું છે. તેમાં જણાવાયું છે કે દિલ્લી વિધાનસભા સાથેનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, દિલ્લીમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રપતિ કાર્યાલય, ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ ઓથોરિટી કામ કરે છે. સુપ્રીમ કોર્ટ સહિતની બંધારણીય સંસ્થાઓ તેમજ વિદેશના દૂતાવાસો દિલ્લીમાં જ છે. એવામાં આ તમામની સુરક્ષાને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવાયો છે. ભાજપે કેન્દ્રના આ નિર્ણયને બંધારણને આધિન લેવાયેલું પગલું ગણાવ્યું છે.

કેજરીવાલનો આક્ષેપ છે કે સુપ્રીમ કોર્ટમાં વેકેશન શરૂ થયું છે, ત્યારે તેનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે વટહુકમ પસાર કર્યો છે. તેમનો દાવો છે કે વટહુકમ ગેરબંધારણીય હોવાથી કોર્ટમાં નહીં ટકી શકે. જો કે ભાજપે કેજરીવાલને સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ સમક્ષ જવાની સલાહ આપી છે.  

Post Office ની સ્કીમમાં રોકો 5 લાખ રોકશો તો મળશે 10 લાખ, મળશે ડબલ ફાયદો
બાથરૂમમાં નગ્નવસ્થામાં સ્નાન કરવાની કેમ છે મનાઇ? આ નુકસાન જાણીને તમે ચોંકી ઉઠશો
આવી ગઇ Hyundai Creta ની 'બાપ', 11000 રૂપિયાથી બુકિંગ શરૂ! જાણો બીજું ઘણું બધું
ખુશખબર : 2 Wheeler ખરીદવા માગો છો તો રાહ જોશે! ઘટી શકે છે ભાવ
બીયર પીને 2 કલાક સુધી ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુઓ, નહીં તો દવાખાને ભાગવું પડશે

કેજરીવાલે વટહુકમને કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટને સીધો પડકાર ગણાવ્યો છે, ત્યાં ભાજપે કેજરીવાલને બંધારણ વાંચવાની સલાહ આપી છે. ભાજપનો એવો પણ આક્ષેપ છે કે કેજરીવાલ પોતાની સરકારના ભ્રષ્ટારને છૂપાવવા વધુ સત્તાની માગ કરી રહ્યા છે. કેજરીવાલે હવે એક રીતે કેન્દ્ર સામે લડવા ફરી બાંયો ચડાવી છે. તેઓ વટહુકમના મુદ્દે દિલ્લીના લોકો વચ્ચે જવાનું આયોજન કરી રહ્યા છે.

(Disclaimer- અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24kalak આની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news