17મી ઓગષ્ટથી સ્માર્ટફોન વિતરણ ચાલુ કરાશે, તમે પણ ઉઠાવી શકો છો લાભ...

વડાપ્રધાન મોદીનાં હસ્તે છત્તીસગઢ સરકારની સ્કાઇ યોજના હેઠળ પ્રદેશમાં 17 ઓગષ્ટથી પ્રદેશની જનતાને 50 લાખ સ્માર્ટફોન વહેંચવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હાથે યોજનાનો શુભારંભ કરાશે
  • 45 લાખ પરિવારો અને 5 લાખ વિદ્યાર્થીઓને વહેંચાશે
  • સ્કાઇ યોજના હેઠળ 17 ઓગષ્ટથી સ્માર્ટફોનનું વિતરણ ચાલુ

Trending Photos

17મી ઓગષ્ટથી સ્માર્ટફોન વિતરણ ચાલુ કરાશે, તમે પણ ઉઠાવી શકો છો લાભ...

નવી દિલ્હી : છત્તીસગઢ સરકારની સ્કાઇ યોજના હેઠળ પ્રદર્શનમાં 17 ઓગષ્ટ પહેલાથી પ્રદેશની જનતાને 50 લાખ સ્માર્ટ ફોન વેચવાનું કામ ચાલુ કરી દેવામાં આવશે. છત્તીસઘઢ સરકારની આ યોજનાનો શુભારંભ વડાપ્રધાન મોદી પોતાનાં હાથે કરાવશે.  અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ સરકારે આ યોજના દ્વારા રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા જનતાને પોતાની તરફ આકર્ષવા માટેનાં પ્રયાસો ચાલુ કરી દીધા છે. 

ભલે વિધાનસભા ચૂંટણીમાં હજી 6 મહિનાનો સમય હોય  પરંતુ ભાજપ સરકાર જનતાને લલચાવવામાં કોઇ કસર છોડવા માંગતી નથી. આ યોજના હેઠળ દરેક હિતાગ્રાહીને મોબાઇલની સાથે 6 મહિના સુધી પ્રતિ મહિનાં 100 મિનિટની ફ્રી કોલિંગ અને 1 જીબી ડેટાનો લાભ આપવામાં આવશે. સરકારની આ ક્રાંતિ સંચાર યોજનાનો લાભ 50 લાખ કરતા વધારે લોકોને મળશે. સ્માર્ટ ફોન બીપીએલ ધારક પરિવારની મહિલાને  નામે આપવામાં આવશે. 

પરિવારની મુખ્ય મહિલાને અપાશે ફોન
અધિકારીક સુત્રો અનુસાર છત્તીસગઢ ઇન્ફોટેક પ્રમોશન સોસાયટી (ચિપ્સ)એ મુખ્યમંત્રી રમણ સિંહ દ્વારા જાહેર કરાયેલ ક્રાંતિ યોજના સ્કાઇ હેઠળ રાજ્યમાં 50 લાખથી વધારે લોકોને સ્માર્ટ ફોન વહેંચવાની તૈયારી ચાલુ કરી દીધી છે. મહિલા સશક્તિકરણની દ્રષ્ટીએ આ યોજનામાં રાજ્યની મહિલાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ યોજના હેઠળ એક હજારથી વધારે વસ્તીનાં ગામોનાં પરિવારોની 40 લાખ મહિલા પ્રમુખો અને શહેરી ક્ષેત્રમાં ગરીબ પરિવારની પાંચ લાખ મહિલા પ્રમુખોને સ્માર્ટ ફોન આપવામાં આવશે. ચૂંટણી આચાર સંહિતાને ધ્યાનમાં રાખતા છત્તીસઘડ સરકારે આ સ્માર્ટ ફોન વિતરનું કામ 17 ઓગષ્ટથી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. 

6 મહિના સુધી પ્રતિમાસ 100 મિનિટનું કોલિંગ અને 1જીબી ડેટા ફ્રી
અત્રે ઉલ્લેખનીય છે કે સ્માર્ટફોનનો લાભ મહિલાઓનાં કોલેજનાં પાંચ લાખ વિદ્યાર્થીનીઓને લણ આપવાનું લક્ષ્ય છે. અધિકારીઓએ જણાવ્યું કે, દેશમાં આ પ્રકારની આ પહેલી યોજના છે. તે યોજના અંતર્ગત બે પ્રકારનાં સ્માર્ટ ફોન વહેંચવામાં આવશે. પહેલા તબક્કામાં માઇક્રોમેક્સ કંપનીનાં 5 લાખ ભારત-4 સ્માર્ટ ફોન અને બીજા તબક્કામાં 45 લાખ ભારત-2 ફોન વહેંચવામાં આવશે. મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રીનાં નિર્દેશ પર અત્યંત ઉછ્ચ ક્વોલિટીના સ્માર્ટ ફોન લેવામાં આવી રહ્યા છે. 

13 હજાર પૈકી 9 હજાર ગામોને મોબાઇલની સારી કનેક્ટિવિટી મળશે. 
રાજ્યમાં હાલનાં સમયમાં મોબાઇલ ફોન કનેક્ટિવિટી ગ્રામીણ વિસ્તારમાં 29 ટકાની આસપાસ છે. આ યોજના દ્વારા રાજ્યનાં 13900 ગામોને મોબાઇલ ફોનની સારી કનેક્ટિવીટી મળશે. સમગ્ર રાજ્યમાં સંચાલિત ચિપ્સનાં 11 હજાર કરતા વધારે સામાન્ય સેવા કેન્દ્ર દ્વારા જનતાને ઇ ગવર્નન્સની સેવાઓ દુરનાં ગામ સુધી આપવી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news