ઇસરો સામે મોટો પડકાર! મેઘા ટ્રોપિક્સ -1 તૂટવાનો ખતરો વધ્યો
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો 7 માર્ચે તેના મેઘા ટ્રોપિક્સ-1 ઉપગ્રહને પ્રશાંત મહાસાગરમાં પાડવાની તૈયારી કરી રહ્યું છે. મેઘા ટ્રોપિક્સ-1 ઉપગ્રહ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા બાદ આ ઉપગ્રહને પ્રશાંત મહાસાગરમાં છોડવામાં આવશે.
Trending Photos
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો 7 માર્ચે તેના મેઘા ટ્રોપિક્સ-1 ઉપગ્રહને પ્રશાંત મહાસાગરમાં પાડવાની તૈયારી કરી રહ્યું છે. મેઘા ટ્રોપિક્સ-1 ઉપગ્રહ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા બાદ આ ઉપગ્રહને પ્રશાંત મહાસાગરમાં છોડવામાં આવશે. આ ઉપગ્રહનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, તેથી પ્રશાંત મહાસાગરમાં પાડવાનો નિર્ણય કરાયો છે.
12 ઓક્ટોબર 2011ના દિવસે MT1ને કરવામાં આવ્યું હતું લોન્ચ
SRO અને ફ્રેન્ચ સ્પેસ એજન્સી CNECએ ઉષ્ણકટિબંધીય હવામાન અને આબોહવા અભ્યાસ માટે સંયુક્ત રીતે 12 ઓક્ટોબર-2011ના રોજ MT1ને લોન્ચ કર્યું હતું. બેંગલુરુ સ્થિત અવકાશ એજન્સીએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, આ ઉપગ્રહનું આયુષ્ય ત્રણ વર્ષ હતું, તેમ છતાં 10 વર્ષ સુધી મહત્વનો ડેટા આપતો રહ્યો હતો. ઈસરોએ જણાવ્યું કે, મેઘા ટ્રોપિક્સ-1 ઉગગ્રહને આવતીકાલે 4.30થી 7.30 વચ્ચે પાડવામાં આવશે
લગ્ન પ્રસંગોમાં મોટા અવાજે વાગતું મ્યુઝિક બને છે હાર્ટએટેકનું કારણ? ચોંકાવનારો સ્ટડી
MT1ની આકસ્મિક રીતે તૂટવાની છે સંભાવના
ઈસરોના જણાવ્યા અનુસાર MT1ને પૃથ્વીના વાતાવરણમાં સુરક્ષિત રીતે પરત લવાશે. આશરે 1,000 કિગ્રા વજન ધરાવતા આ સેટેલાઈટમાં લગભગ 125 કિલોગ્રામ ઈંધણ બચ્યું છે, જેના કારણે આકસ્મિક રીતે ઉપગ્રહ તૂટવાનું જોખમ વધ્યું છે. સામાન્ય રીતે કોઈ મોટી જાનહાની ન સર્જાય તે માટે મોટા ઉપગ્રહ-રોકેટોને જમીન પર કોઈ નિર્જન વિસ્તારમાં પાડવામાં આવે છે, તેથી MT1ને પાડવા માટે પ્રશાંત મહાસાગરના નિર્જન વિસ્તારને પસંદ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે