Chanakya Niti: પત્નીમાં જો આ 4 ગુણ હોય તો સમજી લેજો તમે દુનિયામાં સૌથી ભાગ્યશાળી, ખાસ જાણો
ચાણક્ય નીતિમાં એવી મહિલાઓ વિશે પણ જણાવ્યું છે જે પતિની સફળતા માટે જવાબદાર હોય છે. આથી જો તમારી પત્નીમાં આ ગુણો હોય તો તમારા કરતા ભાગ્યશાળી બીજુ કોઈ નહીં હોય તે ખાસ સમજી લેજો. આવો જાણીએ ચાણક્ય નીતિ પ્રમાણે સ્ત્રીના આવા ગુણો વિશે....
Trending Photos
આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ એટલી જ પ્રાસંગિક હોવાનું કહેવાય છે. તેમની આ ઉત્કૃષ્ટ નીતિઓના પરિણામે જ ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ બન્યા હોવાનું કહેવાય છે. આ નીતિઓ અપનાવીને તમે પણ જીવનમાં આગળ વધી શકો છો. એવું મનાય છે કે જે પણ વ્યક્તિ આચાર્ય ચાણક્યની આ નીતિઓને અનુસરે છે તે જીવનમાં ભરપૂર સફળતા મેળવે છે. ચાણક્ય નીતિમાં આવી જ કઈક સારી બાબતો ભાગ્યશાળી પત્ની વિશે પણ કરાઈ છે. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી રહેલી હોય છે તેમ કહેવાય છે. સ્ત્રી ઈચ્છે તો ઘરને ઉપર લઈ શકે છે અને ઈચ્છે તો ધનોત પનોત પણ કાઢી શકે છે. ચાણક્ય નીતિમાં એવી મહિલાઓ વિશે પણ જણાવ્યું છે જે પતિની સફળતા માટે જવાબદાર હોય છે. આથી જો તમારી પત્નીમાં આ ગુણો હોય તો તમારા કરતા ભાગ્યશાળી બીજુ કોઈ નહીં હોય તે ખાસ સમજી લેજો. આવો જાણીએ ચાણક્ય નીતિ પ્રમાણે સ્ત્રીના આવા ગુણો વિશે....
મર્યાદિત ઈચ્છા ધરાવતી સ્ત્રી: આચાર્ય ચાણક્યનું કહેવું છે કે જે પણ સ્ત્રીની ઈચ્છાઓ મર્યાદિત હોય તેનો પતિ ભાગ્યશાળી છે. કારણ કે જગજાહેર છે કે પત્નીની ઇચ્છાઓ પૂરી કરવામાં જ ઘણીવાર પતિ રસ્તા પર આવી જતો હોય છે. ક્યારેક તો એવા ખોટા કામ કરી બેસે છે જેના કારણે સત્યાનાશ વળી જાય છે. આથી જે પત્નીની ઈચ્છાઓ ખુબ જ સિમિત હોય તેનો પતિ ખરેખર ભાગ્યશાળી કહી શકાય.
મીઠું બોલનારી સ્ત્રી: જે સ્ત્રીની જુબાન મધ જેવી મીઠી હોય તેના પતિથી ભાગ્યશાળી બીજું કોઈ નથી. કારણ કે આવી સ્ત્રીઓ આડોશ પાડોશ સગા સંબંધીઓ દરેક જણ સાથે સારા સંબંધો રાખે છે. જેના કારણે પરિવારમાં માન સન્માન જળવાય છે અને શાંતિ પણ રહે છે. આવી સ્ત્રી સાથે લગ્ન કર્યા હોય તો જીવન ખુશહાલ રહે છે.
શાંત સ્વભાવની સ્ત્રી: ગુસ્સાવાળી સત્રીના ગુસ્સામાં બધુ બાળી નાખવાની તાકાત હોય છે. શાંત સ્વભાવની પત્ની હોય તો તે ઘરમાં સુખ અને શાંતિ જાળવી રાખે છે. ઘરમાં સોહાર્દનું વાતાવરણ રહે છે. બધા સંપીને રહે છે. શાંત સ્વભાવવાળી પત્ની જેને મળે તે ભાગ્યશાળી છે. શાંત સ્વભાવની પત્નીની એક ખાસિયત એ હોય છે કે તે ઘર કે બહાર ગમે ત્યાં જ્યારે નિર્ણય લેવાનો વારો આવે ત્યારે ખુબ જ સમજી વિચારીને નિર્ણય લે છે. જે મોટેભાગે અસરકારક નિવડે છે.
શિક્ષિત-સંસ્કારી અને ગુણાકારી સ્ત્રી: જો તમારી પત્ની ભણેલી ગણેલી સંસ્કારી હોય તો જીવન ખુબ જ સુખી બની જાય છે. આવી સ્ત્રીઓમાં જીવનના દરેક પડકાર ઝેલવાની તાકાત રહે છે. પુરુષ જ્યારે પણ મુસીબતમાં હોય તો સ્ત્રી તેના પડખે રહે છે. આવી ગુણી પત્ની પુરુષના આગળ વધવામાં પ્રેરણા પણ બની શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે