Chandigarh Mayor Resign: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ભાજપના મનોજ સોનકરે ચંદીગઢ મેયર પદેથી આપ્યું રાજીનામુ

Chandigarh Mayor Election 2024: ચંદીગઢ મેયર ચૂંટણી વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ભાજપના મેયર મનોજ સોનકરે રવિવારે રાત્રે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. મેયરે સુપ્રીમ કોર્ટ તરફથી મામલાની સુનાવણી માટે સમય નક્કી થવાના એક દિવસ પહેલા આ પગલું ભર્યું છે.

Chandigarh Mayor Resign: સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ભાજપના મનોજ સોનકરે ચંદીગઢ મેયર પદેથી આપ્યું રાજીનામુ

ચંદીગઢઃ ચંદીગઢ મેયર ચૂંટણી વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ભાજપના મેયર મનોજ સોનકરે સુપ્રીમ કોર્ટમાં મામલાની સુનાવણી માટે સમય નક્કી થવાા એક દિવસ પહેલા રવિવારે રાજીનામુ આપી દીધુ છે. સૂત્રોએ જણાવ્યું કે શનિવારે દિલ્હીમાં પાર્ટી હાઇકમાન્ડ સાથે ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓની બેઠક થઈ હતી. ત્યારબાદ પાર્ટીએ સોનકરને રાજીનામુ આપવાનું કહ્યું હતું. 

હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના થોડા દિવસ પહેલા ચંદીગઢ ભાજપે પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહને પણ તેના લઘુમતી સેલમાંથી હટાવી દીધા હતા, જેમના પર કથિત રીતે બેલેટ પેપરમાં ઘાલમેલ કરવાનો આરોપ હતો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે 30 જાન્યુઆરીએ યોજાયેલી મેયર ચૂંટણીમાં ગડબડીનો આરોપ લગાવતા સોનકરને હટાવવાની માંગ કરી હતી. વિપક્ષનો આરોપ હતો કે મસીહ તરફથી મતપત્રો પર કંઈક લખવા અને આઠ મતને અમાન્ય કર્યા બાદ સોનકર જીત્યા હતા.

મસીહે સુપ્રીમ કોર્ટમાં સોમવારે થવાનું છે હાજર
હકીકતમાં અનિલ મસીહ ચંદીગઢ ભાજપના અલ્પસંખ્યક વિભાગના મહાસચિવ હતા. તેમણે સોમવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ થવાનું હતું. 18 જાન્યુારીએ જ્યારે મૂળ રૂપથી ચૂંટણી થવાની હતી. ત્યારે મસીહ બીમાર પડી ગયા હતા. ત્યારબાદ ચૂંટણી 30 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. મેયર ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ-આપ ગઠબંધને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ દરમિયાન પરિણામ રદ્દ કરવા અને ચંદીગઢ મેયર ચૂંટણી ફરી યોજવાની માંગ કરી હતી. પરંતુ ત્યાંથી રાહત ન મળતા તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે કરી હતી ગંભીર ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે મામલામાં કહ્યું હતું કે ચંદીગઢ મેયર ચૂંટણી દરમિયાન જે થયું તે લોકતંત્રની મજાક હતી. સુપ્રીમ કોર્ટે પીઠાસીન અધિકારીને લઈને કહ્યું હતું કે અમે આ રીતે લોકતંત્રની હત્યા થવા દેશું નહીં. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ત્રણ-ન્યાયાધીશોની પીઠે પીઠાસીન અધિકારીને આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ હાજર રહેવા માટે કહ્યું હતું. 

ચંદીગઢ કોર્પોરેશનમાં મતનું ગણિત
કુલ સીટોઃ 36
ભાજપઃ 14 +1 (કિરણ ખેર, સાંસદ)
આપઃ 13
કોંગ્રેસઃ 7
શિરોમણિ અકાલી દળઃ 1
નોમિનેટઃ 9 (મતનો અધિકાર નહીં)
બહુમતઃ 18

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news