ચરણજીત સિંહ ચન્ની બનશે પંજાબના નવા મુખ્યમંત્રી, પાર્ટીએ કરી જાહેરાત

પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે ચરણજીત સિંહ ચન્નીને ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવી છે.

ચરણજીત સિંહ ચન્ની બનશે પંજાબના નવા મુખ્યમંત્રી, પાર્ટીએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ આખરે અનેક વિરોધો બાદ કોંગ્રેસે પંજાબમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરી લીધી છે. અનેક નામ સામે આવ્યા બાદ હવે એક નવા નેતાને પાર્ટીએ પંજાબની કમાન સોંપી છે. ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસ નેતા હરીશ રાવતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. હવે સાંજે 6.30 કલાકે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજભવન જઈ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. 

હરીશ રાવતે કરી જાહેરાત
પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે ચરણજીત સિંહ ચન્નીને ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલા સુખજિંદર સિંહ રંધાવાનું નામ મુખ્યમંત્રી તરીકે આગળ ચાલી રહ્યુ હતુ, પરંતુ નવજોત સિંહ સિદ્ધુના વિરોધ બાદ પાર્ટીએ હવે ચરણજીત સિંહને પ્રદેશની કમાન સોંપી છે. 

— Harish Rawat (@harishrawatcmuk) September 19, 2021

કેપ્ટન અમરિંદર સરકારમાં મંત્રી હતા ચરણજીત સિંહ
કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે આજ સવારથી બેઠકોનો દૌર ચાલી રહ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી માટે અનેક નેતાના નામ સામે આવ્યા હતા. થોડા સમય પહેલા સુધી સુખજિંદર સિંહ રંધાવાનું નામ આગળ ચાલી રહ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ હવે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે કેપ્ટન અમરિંદર સરકારમાં ચરણજીત સિંહ મંત્રી હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news