દેશના નવા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પાસે નથી પોતાની કાર કે ઘર, જાણો શું છે સંપત્તિ
સામાન્ય રીતે એવી ધારણા છે કે સુપ્રીમ કોર્ટના સફળ વરિષ્ઠ વકીલ એક દિવસમાં 50 લાખ રૂપિયા સુધી કમાઈ લે છે. તેમની સરખામણીમાં સુપ્રીમ કોર્ટના એક જજને મહિને એક લાખ રૂપિયા પગાર મળે છે.
Trending Photos
નવી દિલ્હી: સામાન્ય રીતે એવી ધારણા છે કે સુપ્રીમ કોર્ટના સફળ વરિષ્ઠ વકીલ એક દિવસમાં 50 લાખ રૂપિયા સુધી કમાઈ લે છે. તેમની સરખામણીમાં સુપ્રીમ કોર્ટના એક જજને મહિને એક લાખ રૂપિયા પગાર મળે છે. જો કે એ પણ છે કે તેમને ભથ્થા અને મકાનની સુવિધાની સાથે સાથે અનેક સગવડો મળતી હોય છે. કદાચ એટલે જ આ કડીમાં એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વિદાય સમારોહમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના જજોના પગારમાં ત્રણગણો વધારો થવો જોઈએ.
આ સંદર્ભમાં દેશના 46માં ચીફ જસ્ટિસ બનેલા રંજન ગોગોઈની સંપત્તિ પર એક નજર ફેરવીએ. તેમની પાસે સોનાના કોઈ દાગીના નથી. તેમની પત્ની પાસે જે સોનાના દાગીના છે તે લગ્ન સમયે સગા સંબંધીઓ મિત્રો પાસેથી મળ્યા હતાં. તેમની પાસે પોતાનું કોઈ વાહન નથી. જો કે તેનું એક મોટું કારણ એ પણ હોઈ શકે કે લગભગ બે દાયકા પહેલા જ્યારે તેઓ જજ બન્યાં ત્યારથી તેમને અધિકૃત રીતે ગાડી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્ટોક માર્કેટમાં તેમનું કોઈ રોકાણ નથી. આ સાથે જ જસ્ટિસ ગોગોઈ પર કોઈ દેવું, લોન, ઓવરડ્રાફ્ટનો ભાર નથી. 2012માં જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાની સંપત્તિઓ જાહેર કરી હતી.
જસ્ટિસ ગોગોઈ અને પત્નીની એલઆઈસીની પોલીસી મળીને તેમની પાસે લગભગ 30 લાખ રૂપિયાનું બેંક બેલેન્સ છે. આ વર્ષે જુલાઈમાં તેમણે એ પણ જાહેર કર્યું કે 1999માં ગુવાહાટી હાઈકોર્ટના જજ બનતા પહેલા તેમણે ત્યાં એક પ્લોટ ખરીદ્યો હતો. તેને આ વર્ષ જૂનમાં 65 લાખમાં વેચી દીધો. તેમણે ખરીદનારનું નામ પણ જણાવ્યું હતું. આ સાથે એ પણ જાહેર કર્યું કે 2015માં તેમની માતાએ જસ્ટિસ ગોગોઈ અને પત્નીના નામે ગુવાહાટી પાસે જપીરોગોગ ગામમાં એક પ્લોટ ટ્રાન્સફર કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે