ડોલર સામે રૂપિયા ડાઉન, ક્રોસ કરી 73ની સપાટી, જાણો આ ઘટાડો તમારા માટે કેવી રીતે બની છે કે ખતરો

રૂપિયામાં આ ઘટાડાનું મુખ્ય કારણ કાચ્ચા તેલમાં વધતી કિંમત માનવામાં આવી રહ્યું છે. કાચ્ચા તેલની કિંમત વધવા પાછળ ઇરાન પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ છે.

ડોલર સામે રૂપિયા ડાઉન, ક્રોસ કરી 73ની સપાટી, જાણો આ ઘટાડો તમારા માટે કેવી રીતે બની છે કે ખતરો

નવી દિલ્હી: ડોલરની સામે દિવસેને દિવસે રૂપિયામાં ઘટાડો થઇ રહ્યો છે. મંગળવારે બજાર બંધ થયા પછી બુધવારે રૂયિયા ઇતિહાસના સૌથી નીચા સ્તર પર પહોંચી ગયો છે. ડોલરની સામે રૂપિયાનો ભાવ અત્યારે 73.35 પર પહોંચી ગયો છે. આ રૂપિયાનું અત્યારસુધીનું સૌથી નીચલું સ્તર છે, એટલે રૂપિયો પ્રથમ વખત 73 રૂપિયા ડાઉન થયો છે. રૂપિયામાં આ ઘટાડાનું મુખ્ય કારણ કાચ્ચા તેલમાં વધતી કિંમત માનવામાં આવી રહ્યું છે. કાચ્ચા તેલની કિંમત વધવા પાછળ ઇરાન પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ છે, જે લાગુ થવાના છે. પરંતુ, રૂપિયાના ધટાડો માત્ર કારોબાર અથવા ઇકોનોમીકલી માત્ર ખતરો નથી, પરંતુ રૂપિયો સામાન્ય માણસ માટે પણ મોટા ખતરા સમાન છે. આવો જાણીએ કઇ રીતે....

સૌથી ખરાબ પ્રદર્શનવાળી કરેન્સી
પાછલા કેટલા દિવસોથી રૂપિયો ઘટાડાના નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. એશિયામાં રૂપિયો સોથી ખરાબ પ્રદર્શન કરનારી કરેન્સી બની ગઇ છે. જણાવી દઇએ કે ઘટતા રૂપિયાની અસર ભારતીય શેર માર્કેટ પર પણ દેખાઇ રહી છે. બુધવારના દિવસે શરૂઆતમાં સેન્સેક્સ લગભગ 200 પોઇન્ટ નીચે ઘટી 36,300 પર પહોંચી ગયો છે. નિફ્ટી 61 પોઇન્ટ ઘટવાની સાથે 10,943 પર રહ્યો છે.

એક દિવસમાં સૌથી મોટો ઘટાડો
ઇતિહાસમાં પ્રથમ વખત રૂપિયો સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે. આ વર્ષે રૂપિયો અત્યાર સુધીમાં 12 ટકાથી વધારે તૂટ્યો છે. એક્સપર્ટ્સના અનુસાર, ઓઇલ અમ્પોર્ટર્સ અને વિદેશી બેંકોની તરફથી સરકારી બેંકો દ્વારા વેચાણથી રૂપિયો ઘટયો છે

રૂપિયામાં હજુ જોવા મળશે ઘટાડો
નોમુરાના જણાવ્યા અનુસાર, આગાલા કેટલાક અઠવાડીયામાં રૂપિયો ડોલરની સામે ઘટીને 75ના સ્તરે પહોંચી શકે છે. જેમાં ક્રૂડ ખરીદીવું વધુ ખર્ચાળ થશે. ડોલરની વધતી ડિમાન્ડ, રાજકીય અનિશ્ચિતતા અને યૂએસ ફેડ દ્વારા ભાવ વધારવાના સંકેતથી રૂપિયા વધુ તૂટી શકે છે.

તમારા ખીસ્સા પર પડશે અસર

1. પેટ્રોલ ડીઝલ થઇ શકે છે ખર્ચાડ
ડોલરની સામે રૂપિયો 73ના સ્તરને પાર પહોંચી જવાથી તેની અસર ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટ પર પડશે. ઇમ્પોર્ટ કરતી વખતે તેલની વધારે કિંમત ચુકવી પડશે. જેના કારણે તેલ કંપનીઓ રોજથનારી પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં હોય શકે છે. ભારતમાં આપણી જરૂરીયાત કરતા 80 ટકા વધુ ક્રૂડ આયાત કરવામાં આવે છે. એવામાં ડોલરની કિંમત વધાવના કારણ તેના ઇમ્પોર્ટની કિંમત વધારે ચુકવવી પડશે. ઇમ્પોર્ટ મોઘું થશે તો ઓઇલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધારી શકે છે.

2. વધી શકે છે ફુગાવો
દેશમાં ખાવા-પીવાની વસ્તુઓ અને અન્ય જરૂરી સામાનોના ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં ડીઝલ મોઘું થવાથી આ બધી જ જરૂરિયાતની વસ્તૂઓ પર ભાવ વધી શકે છે. એડિબલ ઓઇલ પણ મોઘું બનશે.

3. જરૂરીયાતની વસ્તુઓ થશે મોંઘી
જો પેટ્રોલિયમ ઉત્પાદન મોંઘુ થાય તો પેટ્રોલ-ડીઝલની સાથે-સાથે સાબુ, શૈંપૂ, પેંટ ઇન્ડસ્ટ્રીનો ખર્ચ પણ વધશે, જેના કારણે પ્રોડક્ટ્સના ભાપ વધવાની સંભાવના છે.

4. ઓટોની વધશે કિંમતો
ઓટો ઇંડસ્ટ્રીનો ખર્ચ વધવાની સાથે જ ડીઝલની કિંમતો પણ વધવાથી માલ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધવાનો ભય રહે છે. રૂપિયામાં ઘટાડા થઇ રહ્યો છે તો કાર કંપનીઓ આગળ કિંમતો વધરાવાનો વિચાર કરી શકે છે.

કોને થશે સૌથી વધૂ ફાયદો
રૂપિયાની સામે ડોલર મજબુત થવાથી આઇટી, ફાર્માની સાથે ઓટોમોબાઇલ સેક્ટરને સૌથી વધુ ફાયદો થશે. આ સેક્ટરથી જોડાયેલી કંપનીઓની વધારે આવક એક્સપોર્ટ દ્વારા થાય છે. એવામાં ડોલરની મજબુતીથી ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો જેવી આઇટી કંપનીઓની સાથે યૂએસ માર્કેટમાં વ્યાપાર કરનારી ફાર્મા કંપનીઓને થશે. આ ઉપરાંત ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જેવી ગેસ પ્રોડ્યૂસર્સને ડોલરમાં તેજીનો ફાયદો મળશે. કેમકે આ કંપનીઓ ડોલરમાં ફ્યૂલનું વેચાણ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news