સતત ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું ડ્રેગન, LAC પાસે જોવા મળ્યું ચીની વિમાન
ભારત-ચીન વચ્ચે સતત થઈ રહેલી કમાન્ડર સ્તરની વાતચીત છતાં ચીન પોતાની હરકત છોડી રહ્યું નથી. આજે ફરી ચીનનું વિમાન એલએસી પાસે જોવા મળ્યું છે. વિગત પ્રમાણે છેલ્લા ત્રણ-ચાર સપ્તાહથી ચીનના વિમાન સતત એલએસી પર ઉડાન ભરી રહ્યાં છે.
Trending Photos
લદ્દાખઃ તમામ ચેતવણી છતાં ચીન ભારતને ઉશ્કેરવાનું છોડી રહ્યું નથી. કોર કમાન્ડર સ્તરની વાતચીત થયા બાદ પણ ચીની લડાકૂ વિમાન પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલની નજીક ઉડાન ભરી રહ્યાં છે. છેલ્લા ત્રણ-ચાર સપ્તાહમાં ઘણીવાર આ ગતિવિધિ જોવા મળી છે. ચીની વિમાનોની આ હરકતને સરહદ પર ભારતીય રક્ષા સિસ્ટમની જાસૂસી તરીકે જોવામાં આવી રહી છે. તો ભારતીય વાયુસેના સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
ભારતે ભર્યા મજબૂત પગલા
સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોના હવાલાથી જણાવ્યું કે ચીની લડાકૂ વિમાન જેમાં જે-11 સામેલ છે, સતત ભારતીય સેનાની નજીક ઉડાન ભરી રહ્યાં છે. તે પણ જોવા મળ્યું કે ચીની વિમાન ઘણીવાર 10 કિમીની તે નક્કી રસહદને પણ ક્રોસ કરી છે, જેને કોન્ફિડેન્સ બિલ્ડિંગ મેજર કહેવામાં આવે છે. તો ચીનની આ હરકતને જોતા ભારતીય સેનાએ પણ મહત્વના પગલા ભર્યા છે. ભારતે મિગ-29 અને મિરાજ 2000 જેવા વિમાનોને સરહદની નજીક તૈનાત કર્યા છે. જેથી ચીન કોઈ હરકત કરે તો તેનો જવાબ આપી શકાય.
ભારતના આ પગલાથી પરેશાન છે ચીન
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચીની વિમાનોની આ હરકત પાછળ તેનો ડર છે. હકીકતમાં ઈન્ડિયન એરફોર્સે લદ્દાખ સેક્ટરમાં પોતાના બેસને અપગ્રેડ કર્યો છે. તેના દ્વારા ચીનની ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. ભારતીય વાયુસેના પોતાના અંદાજમાં ચીનને જવાબ આપી રહી છે. તો ચીની લડાકૂ વિમાનોની ઉડાનની પેનર્ટ પર પણ નજર રાખી રહી છે. તે વાત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે ચીનના વિમાન કઈ ઉંચાઈ પર અને કેટલો સમય ઉડાન ભરે છે.
24-25 જૂનથી સતત ઉડાન
ચીની વિમાનો દ્વારા ઉશ્કેરવાની હરકતો 24-25 જૂનથી શરૂ થઈ છે. ત્યારે એક ચીની વિમાને પૂર્વી લદ્દાખમાં ભરતીય સરહદની નજીક ઉડાન ભરી હતી. ત્યારબાદ ઘણીવાર એલએસીની નજીક ચુમાર સેક્ટરમાં આ રીતે સીમારેખાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. તો ભારતીય વાયુસેનાએ પણ આ ક્ષેત્રમાં પોતાની ઉડાન વધારી છે. નોંધનીય છે કે ચીન દ્વારા એપ્રિલ-મે 2020માં એલએસી પર યથાસ્થિતિ બદલવાના પ્રયાસ બાદથી ભારત એલર્ટ થઈ ગયું છે. ત્યારબાદથી ભારત લદ્દાખ ક્ષેત્રમાં ઝડપથી પોતાના મિલિટ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં લાગ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે