ચિરાગે ફેંક્યો પડકાર, પારસ જૂથમાંથી કોઈ મંત્રી બન્યું તો કોર્ટમાં જઈશ, પાર્ટી મારી છે
સોમવારે પટનામાં આયોજીત એક પત્રકાર પરિષદ દરમિયાન ચિરાગે પોતાના કાકા પર હુમલો કર્યો છે. ચિરાગે પશુપતિ કુમાર પારસ પર પરિવાર અને પાર્ટી તોડવાનો આરોપ લગાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ લોક જનશક્તિ પાર્ટી (LJP) નેતા ચિરાગ પાસવાને પડકાર ફેંકડા કહ્યુ કે, એલજેપી કોટા (પારસ જૂથ) માંથી કોઈ સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે તો હું કોર્ટ અને જનતાની વચ્ચે જઈશ. ચિરાગે કહ્યુ કે, તે પ્રધાનમંત્રીનો વિશેષાધિકાર છે કે તે કોને મંત્રીમંડળમાં સ્થાન આપે છે. ચિરાગે દાવો કરતા કહ્યુ કે પાર્ટી મારી છે અને 90 ટકા કાર્યકારિણી સભ્યો અમારી સાથે છે. ચિરાગે કહ્યુ કે, કેન્દ્રીય મંત્રીમંડળ વિસ્તાર બાદ જેડીયૂમાં ફૂટ પડશે.
સોમવારે પટનામાં આયોજીત એક પત્રકાર પરિષદ દરમિયાન ચિરાગે પોતાના કાકા પર હુમલો કર્યો છે. ચિરાગે પશુપતિ કુમાર પારસ પર પરિવાર અને પાર્ટી તોડવાનો આરોપ લગાવ્યો છે. ચિરાગે કહ્યુ કે, કાકાએ રામવિલાસ પાસવાનના વિચારોની હત્યા કરી છે. તે એવા લોકો સાથે જઈને બેઠા છે, જેણે રામવિલાસ પાસવાનના જીવિત રહેતા તેમના રાજકીય કદને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. હવે તેમની જયંતિ પર તેમને યાદ પણ કર્યા નથી.
Making him (Pashupati Paras) a Union Min on LJP quota isn't possible as party's executive board expelled him. I informed PM through letter. If he's appointed min as MP of my party I'll go to court. No problem if he's appointed minister as independent MP or from JDU: Chirag Paswan pic.twitter.com/NSqmY39sMH
— ANI (@ANI) July 6, 2021
ઉલ્લેખનીય છે કે લોજપા સંસદીય દળના નેતા પશુપતિ કુમાર પાસર સાથે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોન પર વાત કરી હતી. ત્યારબાદ રાજકીય વર્તુળોમાં તેમને કેન્દ્રીય મંત્રી બનાવવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે 8 જુલાઈએ કેન્દ્રીય મંત્રીમંડળમાં વિસ્તાર થઈ શકે છઝે. જો તેમ થયું તો પારસ તે દિવસે કેન્દ્ર સરકારમાં સામેલ થઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાતચીતને લઈને પૂછાયેલા સવાલ પર પાસરે અમિત શાહ સાથે વાતચીતની પુષ્ટિ કરી પરંતુ કહ્યું કે, તેમની વચ્ચે કોઈ રાજકીય વાતચીત થઈ નથી. તેમના અનુસાર અમિત શાહે રામવિલાસ પાસવાનની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે ફોન કર્યો હતો. તેમણે રામવિલાસ પાસવાનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યુ કે, હંમેશા તેમની ખોટ પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે