હરિયાણામાં આવતીકાલથી શરૂ થશે ડાંગરની ખરીદી, ખેડૂતોએ પાછું ખેંચ્યું આંદોલન
હરિયાણા (Haryana) માં ડાંગર અને અન્ય ખરીફ પાકની ખરીદી (Purchase of Paddy) રવિવારથી શરૂ થશે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શનિવારે આ જાહેરાત કરી હતી. તેમની જાહેરાત બાદ સંયુક્ત કિસાન મોરચાએ સરકાર સામે આંદોલન કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે
Trending Photos
ચંડીગઢ: હરિયાણા (Haryana) માં ડાંગર અને અન્ય ખરીફ પાકની ખરીદી (Purchase of Paddy) રવિવારથી શરૂ થશે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે શનિવારે આ જાહેરાત કરી હતી. તેમની જાહેરાત બાદ સંયુક્ત કિસાન મોરચાએ સરકાર સામે આંદોલન કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
ખેડૂતોની માંગણી પૂર્ણ- ખટ્ટર
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar) એ કહ્યું- 'કાલથી ડાંગરની ખરીદી શરૂ થશે. આ અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર સાથે વાતચીત બાદ લેવામાં આવ્યો છે. ખેડૂતોની માંગણી પૂરી થઈ છે, તેથી હવે આંદોલન કરવાનું કોઈ કારણ બાકી નથી.
કેન્દ્રીય કૃષિ ગ્રાહક મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે, 'હરિયાણા સરકારના મુખ્યમંત્રી અને સાંસદો મળવા આવ્યા હતા. રવિવારથી હરિયાણામાં ડાંગર અને અન્ય ખરીફ પાકની ખરીદી શરૂ થશે. પંજાબમાં ડાંગરની ખરીદી પહેલાથી જ ચાલી રહી છે. હવે બંને રાજ્યોના ખેડૂતોને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.
Air India પર પીયૂષ ગોયલનું મોટું નિવેદન, કહ્યું- અધિગ્રહણ પર નથી લીધો કોઈ નિર્ણય
સંયુક્ત કિસાન મોરચાએ કર્યું હતું આંદોલનનું આહ્વાન
સરકારના આ નિર્ણય પહેલા પંજાબ અને હરિયાણા (Haryana) ના ખેડૂતોએ ડાંગરની ખરીદીમાં વિલંબને લઈને શનિવારે ઘણી જગ્યાએ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન માટે આહ્વાન સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવ્યો હતો.
ડાંગરની ખરીદી (Purchase of Paddy) સામાન્ય રીતે 1 ઓક્ટોબરથી શરૂ થાય છે, પરંતુ કેન્દ્ર સરકારે ગુરુવારે એક આદેશ જારી કરીને પંજાબ-હરિયાણામાં આ ખરીદી 11 ઓક્ટોબર સુધી મુલતવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. સરકારનું કહેવું છે કે વરસાદને કારણે પાકમાં ભેજનું પ્રમાણ હજુ વધારે છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતો રોષે ભરાયા હતા અને શનિવારે અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો હતો.
95 રૂપિયા જમા કરાવો અને મળશે 14 લાખ રૂપિયા, ધાસુ છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ
દિવસભર ડાંગર પર પુષ્કળ રાજકારણ
શનિવારે આ મુદ્દે ઘણું રાજકારણ થયું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રને ડાંગરની ખરીદી (Purchase of Paddy) શરૂ કરવા વિનંતી કરી હતી. તે જ સમયે, પંજાબમાં ખેડૂતો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના ઘરની બહાર ભેગા થયા. આ દરમિયાન રૂપનગરમાં વિધાનસભા અધ્યક્ષ રાણા કેપી સિંહ અને મોગામાં ધારાસભ્ય હરજોત કમલના ઘરની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે