Nagaland Violence: મૃત્યુ પામેલા નાગરિકોના અંતિમ સંસ્કારમાં સામેલ થયા CM, કહ્યું- નાગાલેન્ડમાંથી AFSPA હટાવવામાં આવે

Nagaland News: નાગરિકોના અંતિમ સંસ્કાર સામેલ થયા બાદ મુખ્યમંત્રીએ કહ્યુ કે કેન્દ્રએ પ્રત્યેકને 11 લાખ રૂપિયાની સહાયતા કરી છે, તો રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયા આપ્યા છે. 

Nagaland Violence: મૃત્યુ પામેલા નાગરિકોના અંતિમ સંસ્કારમાં સામેલ થયા CM, કહ્યું- નાગાલેન્ડમાંથી AFSPA હટાવવામાં આવે

કોહિમાઃ Nagaland Tension: નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યૂ રિયો (Nagaland CM Neiphiu Rio) એ સોમવારે રાજ્યમાંથી સશસ્ત્ર દળ વિશેષાધિકાર અધિનિયમ (AFSPA) ને હટાવવાની માંગ કરતા કહ્યું કે, આ કાયદાએ દેશની છબી ખરાબ કરી છે. રિયોએ કહ્યુ કે, મેં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે, તે આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે. અમે પ્રભાવિત પરિવારોને આર્થિક સહાયતા આપી છે. અમે કેન્દ્ર સરકાર પાસે નાગાલેન્ડમાંથી AFSPA હટાવવાની માંગ કરી રહ્યાં છીએ. 

આ કાયદાએ આપણા દેશની છબી ખરાબ કરી છે. નાગાલેન્ડના મોન જિલ્લાના ઓટિંગ ગામમાં ગોળીબારીની ઘટનાઓમાં મૃત્યુ પામેલા નાગરિકોના અંતિમ સંસ્કાર સામેલ થયા બાદ મુખ્યમંત્રીએ કહ્યુ કે કેન્દ્રએ પ્રત્યેકને 11 લાખ રૂપિયાની સહાયતા કરી છે, તો રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયા આપ્યા છે. 

નાગાલેન્ડના મુખ્યમંત્રી રિયોએ રવિવારે નાગરિકોની કથિત હત્યાઓની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ભારતીય સેનાએ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે અને કહ્યું કે, તેની ઉચ્ચ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાના એક દિવસ બાદ નાગાલેન્ડ સરકારે રવિવારે મોન જિલ્લાના ક્ષેત્રમાં તમામ મોબાઇલ ઇન્ટરનેટ, ડેટા સેવાઓ પર તત્કાલ પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો છે. 

નાગાલેન્ડમાં ખોટી સૂચના અને ખોટી ઓળખને કારણે પેરા-એસએફના ઓપરેશનમાં માર્યા ગયેલા મજૂરોના મામલામાં સેનાએ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દીધી છે. મેજર જનરલ રેન્કના એક અધિકારી તે વાતની તપાસ કરી રહ્યા છે કે આખરે ભારતીય સેનાની એલીટ, પેરા-એસએફ એટલે કે સ્પેશિયલ ફોર્સથી આટલી ભયંકર ચૂક કેમ થઈ શકે છે કે છ માસૂમ લોકોના મોત થાય.

શું થયું નાગાલેન્ડમાં?
નાગાલેન્ડના મોન જિલ્લામાં એક બાદ એક ગોળીબારીની ત્રણ ઘટનાઓમાં સુરક્ષાદળોની ગોળીઓથી 14 જેટલા લોકોના મોત થયા, જ્યારે 11ને ઈજા થઈ છે. પોલીસે રવિવારે જણાવ્યુ કે ગોળીબારીની પ્રથમ ઘટના સંભવતઃ ખોટી ઓળખનો મામલો હતો. ત્યારબાદ તોફાનોમાં એક સૈનિકનું મોત થયું. ગોળીબારીની ઘટના ત્યારે થઈ જ્યારે શનિવારે સાંજે કેટલાક કોલસા ખાણકર્મી એક પિકઅપ વાનમાં સવાર થઈને ગીત ગાતા પરત ફરી રહ્યા હતા. સેનાના જવાનોને પ્રતિબંધિત સંગઠન નેશનલ સોશલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ-કે (એનએસસીએન-કે)ના યુંગ ઓંગ જુથના ઉગ્રવાદીઓની ગતિવિધિની સૂચના મળી હતી અને ગેરસમજણમાં ત્યાં અભિયાન ચલાવી રહેલા સૈન્યકર્મીઓએ વાહન પર કથિત રૂપથી ગોળીબારી કરી, જેમાં છ મજૂરોના મોત થયા હતા. 

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે મજૂરો તેમના ઘરે ન પહોંચ્યા ત્યારે સ્થાનિક યુવકો અને ગ્રામીણો તેમની શોધમાં નીકળ્યા અને આ લોકોએ સેનાના વાહનોને ઘેરી લીધા. આ દરમિયાન ઝપાઝપી અને અથડામણમાં એક સૈનિક શહીદ થયો હતો અને સેનાના વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ પછી, સૈનિકો દ્વારા સ્વરક્ષણ ગોળીબારમાં વધુ સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના સામે ઉગ્ર વિરોધ અને તોફાનો રવિવારની બપોર સુધી ચાલુ રહ્યા કારણ કે ગુસ્સે થયેલા ટોળાએ કોન્યાક યુનિયન અને આસામ રાઈફલ્સ કેમ્પની ઓફિસોમાં તોડફોડ કરી અને તેના કેટલાક ભાગોને આગ ચાંપી દીધી. હુમલાખોરો પર સુરક્ષા દળોએ કરેલા જવાબી ગોળીબારમાં ઓછામાં ઓછા એક વધુ નાગરિકનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news